ભાવનગર: રૂપિયા 30,800ની ડુપ્લીકેટ નોટો સાથે એકની ધરપકડ, પ્રિન્ટિંગ મશીન જપ્ત
જીલ્લામાં વધુ એક વ્યક્તિ ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયો છે. ભાવનગર એલસીબી અને એસઓજીની સંયુક્ત રેડમાં ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના શખ્શને રૂપિયા 30,8૦૦ની નકલી નોટ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
વિપુલ બારડ/ભાવનગર: જીલ્લામાં વધુ એક વ્યક્તિ ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયો છે. ભાવનગર એલસીબી અને એસઓજીની સંયુક્ત રેડમાં ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના શખ્શને રૂપિયા 30,8૦૦ની નકલી નોટ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ પૂર્વે શહેરના બોરતળાવ વિસ્તારના કુમુદવાડીમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાંથી એસઓજીએ દરોડો પાડી જાલી નોટ છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ કેસની તપાસ દરમિયના ભાવનગર એલસીબી અને એસોજીને મળેલ બાતમીના આધારે એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે ગારિયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામે રહેતો હસમુખ ગોરધનભાઇ ઝાલાવાડીયા નામના શખ્સને ગારીયાધાર સર્કીટ હાઉસ પાસેથી ઝડપી લીધો હતો. જેની પાસેથી પોલીસે રૂપિયા 500ના દરની 60 નોટ અને રૂા.200ના દરની 4 નોટ મળી કિંમત રૂપિયા 30,8૦૦ સાથે ઝડપી લઇ તેની સઘન પુછતાછ હાથ ધરી હતી.
દરમ્યાનમાં તેની પુછપરછ તેને કબુલ્યું હતું કે, તે આ નોટો અમદાવાદમાં રહેતો ભુપત માધુ કોટડીયાનું નામના સખ્સ પાસેથી લાવતો હતો. જે સ્થળ પર પોલીસે રેડ કરતા ભૂપત મધુ કોટડીયા મળી આવ્યો હતો અને જેની પાસેથી પોલીસે પ્રિન્ટર સહિતની સામગ્રી કબજે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે સુરતથી એક ઇસમ જાલી નોટ સાથે ઝડપાયો હતો ત્યાર બાદ ભાવનગર શહેરના કુમુદવાડી માંથી એક સખ્સ નોટો છાપતા ઝડપાયો હતો અને ફરી ભાવનગર જીલ્લા માંથી જાલી નોટો ઝડપાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે