ગુજરાતના ખેડૂતો સાવધાન; આ સમાચાર વાંચીને બેસી જશે છાતીના પાટિયા, માત્ર એક જ રાતમાં ચિત્ર બદલાયું!

Bhavnagar News: એક બાજુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી, હાલ ડુંગળીના પ્રતિમણ 100 થી 300 સુધીના ભાવ ચાલી રહ્યા છે, ત્યારે ડુંગળીનો ભરાવો થતાં ભાવમાં હજુપણ કડાકો બોલે એવી શક્યતા જોવા મળી રહી છે. 

ગુજરાતના ખેડૂતો સાવધાન; આ સમાચાર વાંચીને બેસી જશે છાતીના પાટિયા, માત્ર એક જ રાતમાં ચિત્ર બદલાયું!

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક નોંધાઇ છે, જેના કારણે યાર્ડ ડુંગળીથી છલકાય ગયું છે, માત્ર એક જ રાતમાં 1.30 લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ માત્ર ડુંગળી જ જોવા મળી હતી. એક બાજુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી, હાલ ડુંગળીના પ્રતિમણ 100 થી 300 સુધીના ભાવ ચાલી રહ્યા છે, ત્યારે ડુંગળીનો ભરાવો થતાં ભાવમાં હજુપણ કડાકો બોલે એવી શક્યતા જોવા મળી રહી છે. 

ભાવનગર સહિત રાજ્યભરના ખેડૂતો નિકાસબંધી ને લઈને પૂરતા ભાવ નહિ મળતા રોષે ભરાયા છે, અને છેલ્લા એક માસ કરતા વધુ સમયથી નિકાસબંધી હટાવવા માટે સરકાર સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે, ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટાપાયે વાવેતર થયું હોય હાલ મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો ડુંગળી લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે. પરંતુ નિકાસબંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળી રહ્યા નથી. અગાઉ 700 થી 800 સુધીના ભાવે ખેડૂતોએ ડુંગળીનું વેચાણ કર્યું હતું, પરંતુ નિકાસબંધી બાદ ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

હાલ આવક વધી રહી છે ત્યારે ખેડૂતોને ડુંગળીમાં 100 થી 300 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ મળી રહ્યા છે. હાલ જિલ્લામાં મોટાપાયે ખેડૂતો પોતાની વાડી માથી ડુંગળી યાર્ડમાં ઠાલવી રહ્યા છે, જેના કારણે જિલ્લાના માર્કેટ યાર્ડ ડુંગળીથી છલકાઈ રહ્યા છે. ગઈકાલે જિલ્લાના મહુવા યાર્ડ ખાતે 1.50 જેટલી લાલ અને સફેદ ડુંગળીની આવક નોંધાઇ હતી. જેના કારણે મહુવા યાર્ડ ડુંગળીથી છલકાઈ ઉઠતા યાર્ડ દ્વારા લાલ ડુંગળી લાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેના પરિણામે મહુવા સહિતના તાલુકાના ખેડૂતો ડુંગળી લઈને ભાવનગર માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. જેના પરિણામે ભાવનગર માર્કેટ યાર્ડમાં રેકોર્ડ સ્તરે 1.30 લાખ ગુણી ડુંગળીની આવક નોંધાઇ હતી, જેના કારણે યાર્ડ ડુંગળીથી છલકાય ગયું હતું, જોકે ડુંગળીમાં ચાલી રહેલા નીચા ભાવ ના કારણે ખેડૂતોમાં રોશની લાગણી જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, જેના કારણે હાલ તૈયાર થયેલા ડુંગળીના માલને લઈને ખેડૂતો માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે. જેના પરિણામે ડુંગળીનો ભરાવો થઈ જતાં ડુંગળી ઉતારવા જગ્યા નો પ્રશ્ન પણ ઉભો થયો છે. ત્યારે આવતીકાલથી નારી ચોકડી નજીક આવેલી યાર્ડની ખુલ્લી જગ્યામાં ડુંગળીનો જથ્થો ઉતારવા માટે યાર્ડ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news