ભાવનગરમાં યુવકે ફટાકડાનો હાર લઈને સ્ટંટ કરતો જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ભાવનગરમાં એક વ્યક્તિ ફટાકડાની હાર લઈને સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ વીડિયો ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારનો હોવાનું અનુમાન છે.

ભાવનગરમાં યુવકે ફટાકડાનો હાર લઈને સ્ટંટ કરતો જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

નવનીત/ ભાવનગર: દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડતા અનેક લોકોના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. પરંતુ આવા લોકો પોતાની જિંદગીને તો જોખમમાં મૂકી છે સાથે સાથે આસપાસના અન્ય લોકોની પણ મુશ્કેલીઓ વધારી દે છે. હાલ ભાવનગરમાં એક વ્યક્તિ ફટાકડાની હાર લઈને સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ વીડિયો ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારનો હોવાનું અનુમાન છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં હાલ એક યુવકનો ફટકાડા ફોડતા સ્ટંટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક યુવક જાહેર રસ્તા પર ફટાકડાની હાર લઈ હાથમાં રાખી ફટાકડા ફોડી રહ્યો છે. એટલું જ નહીં આ યુવાન રસ્તા પર ચારે બાજુએ ફરીને ફટાકડા ફોડી રહ્યો છે. જેના કારણે રોડ પર અવર જવર કરતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આ પ્રકારના જોખમી સ્ટંટને લઈ યુવક તેની સાથે સાથે બીજાની જિંદગી પણ જોખમમાં મુકી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

અત્રે નોંધનીય છે કે, ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારમાં તારીખ 3 નવેમ્બરથી આજ સુધીમાં આગના કુલ 15 જેટલા બનાવો બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news