ભાવનગરના 82 વર્ષિય રામભક્ત નિવૃત્ત શિક્ષકે ખડી હનુમાન ચાલીસાની કરી રચના

પ્રધ્યુમનસિંહે અત્યાર સુધીમાં કોઈ એ રચના નહિ કરી હોય એવા રામાયણ સાથે હનુમાન ચાલીસાના પણ તદ્દન નવા અને આગવા સ્વરૂપ ની રચના કરી. જેમાં ખડી હનુમાન ચાલીસા જેમાં ચાલીસાનાં દરેક અક્ષર સાથે ચોપાઈનુ સર્જન કર્યું. આમ તો હનુમાન ચાલીસામાં ૪૦ ચોપાઈ આવેલી હોય છે પરંતુ અહીં ખડી હનુમાન ચાલીસાનું જે સર્જન કરવામાં આવ્યું છે તેમાં ૮૪૦ ચોપાઈઓ દ્વારા ખડી હનુમાન ચાલીસા બે રીતે તૈયાર કરવામાં આવી છે.

ભાવનગરના 82 વર્ષિય રામભક્ત નિવૃત્ત શિક્ષકે ખડી હનુમાન ચાલીસાની કરી રચના

નવનીત દલવાડી/ભાવનગર: આજે હનુમાન જયંતિના પાવન પર્વે લોકો હનુમાનજી મહારાજની પૂજા અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. હનુમાનજીની આરાધના લોકો હનુમાન ચાલીસા- સુંદરકાંડના પાઠ વડે કરે છે, પરંતુ ભાવનગરના એક અનોખા હનુમાન ભક્ત કે જેઓ 82 વર્ષની ઉંમરે પણ અનોખી રીતે હનુમાનજીની સાધના કરી રહ્યા છે. જૈફ વયે પહોંચેલ રામભક્ત પ્રોફેસરે એક ખડી હનુમાન ચાલીસાની રચના કરી છે. જેમાં હનુમાન ચાલીસાના એકેએક અક્ષરને રામચરિત માનસ કે સુંદરકાંડની ચોપાઈ સાથે જોડી 840 ચોપાઈની પ્રથમ અને દ્વિતીય બંનેમાં ખડી હનુમાન ચાલીસા લખી છે. 

ભાવનગર એટલે કે ગોહિલવાડ,જેને સંતો અને કવિઓની ભૂમિ પણ કહેવાય છે. આ ધરતીએ અનેક કવિઓ આપ્યા તો હજુ અનેક કવિ હ્યદય મૌજુદ પણ છે, આવા જ એક વ્યકતિ કે જેમણે પોતાની ૮૨ વર્ષની હાલની ઉમરમાં પાછલા ૩૬ વર્ષની રામાયણની સાધના થકી ૧૫૦ થી વધુ ગ્રંથમાળ તૈયાર કર્યા છે, જેમાં ખાસ કહી શકાય એવી પોતે તૈયાર કરેલી અદભુત રચના એટલે ખડી (ઉભી) હનુમાન ચાલીસા. પોતાની અખંડ સાધના ના નિચોડ સમાન હનુમાન ચાલીસાની રચના કરી પોતાની હનુમાન ભક્તિને સાર્થક કરી છે.

શહેરનાં કાળીયાબિડ વિસ્તારમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્રે સેવા આપી સેવા નિવૃત થયેલ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ કે જેમણે બી.કોમ સુધી અભ્યાસ કરી  ૪ વર્ષ સુધી એન.સી.સી.મા ટ્રેનર તરીકે સેવા આપી છે અને ત્યાર બાદ ભાવનગરની એમ.જે કોલેજમાં ટ્રાન્સપોર્ટેશન એન્ડ હોટેલ મેનેજમેન્ટ વિષયમાં પ્રોફેસર તરીકે ૩૬ વર્ષ સુધી સેવારત રહ્યા હતા, આ દરમ્યાન રામચરિત માનસ પ્રત્યેનો અનોખો લગાવ તેમને ઉંડા આધ્યાત્મ તરફ દોરી ગયો, પ્રધ્યાપક એવા પ્રદ્યુમ્નસિંહ નટવરસિંહ ગોહિલે પ્રાચીન ઋષિઓ દ્વારા રચિત ગ્રંથો શ્રીરામચરિત માનસ તેમજ સુંદરકાંડની ચોપાઈઓને  સાંકળીને એક અદ્ભુત રચના તૈયાર કરી છે. તેમણે હનુમાન ચાલીસાના દરેક અક્ષર સાથે ચોપાઈ જોડી એક ભવ્ય હનુમાન ચાલીસની રચના કરી છે.

પ્રદ્યુમનસિંહ ગોહિલે પોતાના ફરજકાળ દરમ્યાન શહેર મધ્યે આવેલા વર્ષો જૂના ગોળીબાર હનુમાનજી મંદિરમાં હનુમાનજીના ભક્ત અને હાલમાં ૧૧૫ વર્ષની વયે પહોંચેલા મહંત મદનમોહનદાસજી બાપુને પોતાનાં ગુરૂ પદે ધારણ કર્યા હતા. ગોળીબાર હનુમાનજીના મહંત મદનમોહનદાસજી ને રામચરિત કંઠસ્થ હતી અને હાલતા ચાલતા તેઓ રામચરિત માનસ અને સુંદરકાંડની ચોપાઈ બોલતા હતા જેથી તેમણે પૂ.બાપુને રામચરિત માનસની ચોપાઈઓ શિખવવા વિનંતી કરી હતી, ત્યારે બાપુએ અખંડ રામચરિત માનસનાં પાઠમાં આવવા પ્રોફેસર પ્રદ્યુમ્નસિંહને આજ્ઞા કરી હતી અને જે આજ્ઞા પ્રધ્યાપક એ શિરોધાર્ય કરી રામચરિત માનસ ભક્તિ યોગનો આરંભ કર્યો હતો. હનુમાનજી પ્રત્યેની તેમની નિષ્ઠા અને આરાધના થકી તેમણે થોડા જ સમયમાં ચોપાઈઓ કંઠસ્થ કરી લીધી હતી, અને ત્યાર બાદ મહાસાગર રૂપી મહાગ્રંથ રામચરિત માનસમાં પ્રોફેસર એવાં તો લીન બન્યાં કે ઉઠતા બેઠતા બસ હનુમાનજી અને પ્રભુ રામનું સ્મરણ થઈ જતું, જે બાદ રામાયણનાં પ્રત્યેક અક્ષર પર ગહન અભ્યાસ શરુ કર્યો અને રામચરિત માનસનાં દરેક શબ્દ પર ચોપાઈ રૂપી મહાગ્રંથ તૈયાર કર્યો આજે રામચરિત માનસનાં દરેક અક્ષર-શબ્દ પર પ્રદ્યુમ્નસિંહ પાસે ચોપાઈ મોજુદ છે.

પ્રધ્યુમનસિંહે અત્યાર સુધીમાં કોઈ એ રચના નહિ કરી હોય એવા રામાયણ સાથે હનુમાન ચાલીસાના પણ તદ્દન નવા અને આગવા સ્વરૂપ ની રચના કરી. જેમાં ખડી હનુમાન ચાલીસા જેમાં ચાલીસાનાં દરેક અક્ષર સાથે ચોપાઈનુ સર્જન કર્યું. આમ તો હનુમાન ચાલીસામાં ૪૦ ચોપાઈ આવેલી હોય છે પરંતુ અહીં ખડી હનુમાન ચાલીસાનું જે સર્જન કરવામાં આવ્યું છે તેમાં ૮૪૦ ચોપાઈઓ દ્વારા ખડી હનુમાન ચાલીસા બે રીતે તૈયાર કરવામાં આવી છે. ચોપાઈની પ્રથમ ચરણનો પ્રથમ અક્ષર તેમજ ચોપાઈના દ્વિતીય ચરણમાં પ્રથમ અક્ષરને હનુમાન ચાલીસાના પ્રથમ અક્ષર સાથે જોડી ૧૬૮૦ ચોપાઈની બે અલગ ખડી હનુમાન ચાલીસાની રચના કરી છે.

જેમાં ઉલેખનીય બાબતએ છે કે આ ખડી હનુમાન ચાલીસામાં કોઈપણ ચોપાઈ નો ફક્તને ફક્ત એકવાર જ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલેકે  એકપણ ચોપાઈનો ફરીવાર ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ આ અનોખા હનુમાન ભક્તે હનુમાન ચાલુસને તદ્દન નવા રૂપમાં રચી પોતાની નવધા ભક્તિને ચરિતાર્થ કરી છે. પ્રદ્યુમ્નસિંહ સાધન સંપન્ન અને સુખી પરિવારના છે હાલમાં નિવૃત્તિનો સમય રામભક્ત જીજ્ઞાસુઓને રામચરિત માનસનાં પાઠ અને ચોપાઈ નું વિનામૂલ્યે જ્ઞાનામૃત થકી ભક્તિ માર્ગને બુલંદ કરી રહ્યાં છે તેમણે રચેલ ચોપાઈઓનો સંગ્રહકોષ નિહાળવા જેવો છે. આવા અનોખા હનુમાન ભક્તની ભક્તિ આજના પવન પર્વે ધાન્યતાને પાત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news