ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં એક નવો જ ખુલાસો! તપાસ કરનાર પોલીસકર્મી અને આરોપી પણ પોલીસકર્મી!

છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરાવવાના શુન્યોજિત કાવતરાનો પડદાફાશ કરી ભાવનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં પ્રદીપ બારૈયા, બળદેવ રાઠોડ, પ્રકાશ દવે અને શરદ પનોતની ધરપકડ કરવામાં આવી હતી.

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં એક નવો જ ખુલાસો! તપાસ કરનાર પોલીસકર્મી અને આરોપી પણ પોલીસકર્મી!

મૌલિક ધામેચા/ભાવનગર: ડમી ઉમેદવાર કાંડ કેસની તપાસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તો બીજી તરફ પોલીસની તપાસમાં પોલીસ જ આરોપી બની રહી છે. એસઆઇટી એ તપાસ દરમિયાન કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા પીએસઆઇની અટકાયત કરી. તો બીજી તરફ બગદાણા પોલીસ મથકનો પોલીસ કર્મચારી અને તેનો ભાઈ આ કેસમાં ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરાવવાના શુન્યોજિત કાવતરાનો પડદાફાશ કરી ભાવનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં પ્રદીપ બારૈયા, બળદેવ રાઠોડ, પ્રકાશ દવે અને શરદ પનોતની ધરપકડ કરવામાં આવી હતી જેની તપાસમાં અને રિમાન્ડ દરમિયાન ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે.ડમી કાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે. જેમા Dysp આર આર સિંઘાલ સુપરવિઝન કરશે. સાથે જ કેસની તપાસ એસઓજી પીઆઈ ને સોંપવામાં આવી છે.સાથે જ 5 પીએસઆઈ, 12 પોલીસ કર્મચારી, lcb પીઆઈ અને 3 પીએસઆઇ મદદગારી કરશે. LCB, sog અને પેરોલ ફર્લો સ્કવોર્ડ ને સ્ટાફને મદદમાં રહેવાના આદેશ થયા છે. તો બીજી તરફ SIT એ કેસમા સંડોવાયેલ લોકોની અટકાયત કરવાની કામગીરી પણ શરૂ કરી છે. 

મહત્વનું છે કે ડમી કાંડ મા 4 ની ધરપકડ અને કરાઈમા તાલીમ લઈ રહેતા સંજય પંડ્યા ની અટકાયત કરી છે. તે સિવાય કેસમા 31 ફરાર આરોપી ની શોધખોળ અને ધરપકડ માટે sit સહીત 10 જેટલી ટીમો કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ પોલીસ તપાસમા સંજય પંડ્યાએ અક્ષય બારૈયા સહીત અન્ય 5 લોકોની પરિક્ષા આપી હોવાની હકિકત સામે આવી રહી છે. 

વર્ષ 2022 મા ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પરિક્ષા આપી હોવાનુ સામે આવ્યુ છે.જે લોકો અત્યારે સરકારી નોકરી પણ કરી રહ્યા. છે. સાથે જ પોલીસ ફરિયાદમા એક પોલીસ કર્મચારી અને તેના ભાઈ નો સમાવેશ થાય છે. જેમા બગદાણા પોલીસ મથક નો પોલીસ કર્મી દિનેશ બટુકભાઈ પંડ્યા અને તેનો ભાઈ. ભદ્રેષ બટુકભાઈ પંડ્યા પણ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

ડમી ઉમેદવાર કેસમાં પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે ઝડપાયેલા આરોપીમાંથી ત્રણ આરોપીએ સરકારી નોકરી મેળવી લીધી હતી.શરદ પનોત અને પ્રકાશ દવે ઉર્ફે પી કે સરકારી શિક્ષક છે.સાથે જ અન્ય એક આરોપી પ્રદિપ બારૈયા કોર્ટમા ક્લાર્ક તરીકે ફરજ પર છે.જે તમામ વિરૃધ્ધ આગામી સમયમા પગલા લેવાઈ શકે છે. ત્યારે આવા આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવુ મહત્વનું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news