બાર જ્યોતિર્લિંગની પરિક્રમા કરવા નીકળેલા 14 સાધુઓને ભરૂચના નેત્રંગમાં ગમખ્વાર અકસ્માત, 3 સંતોના મોત

મૂળ યુપીના ખાતચોક અયોધ્યા આશ્રમના 14 જેટલા સાધુઓ બાર જ્યોતિર્લિંગની પરિક્રમા યાત્રા કરવા નીકળ્યા હતા. જેમાંથી આઠ જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરી ચાર બાકી હોવાથી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે નિવાસ કર્યો હતો .

બાર જ્યોતિર્લિંગની પરિક્રમા કરવા નીકળેલા 14 સાધુઓને ભરૂચના નેત્રંગમાં ગમખ્વાર અકસ્માત, 3 સંતોના મોત

ભરત ચુડાસમા/ભરૂચ: રાજપીપળાના નર્મદા કિનારે આવેલ રામાનંદ આશ્રમ ગુવારથી નવસારીના લંકા વિજય હનુમાન મંદિર નજીક જતા કુલ 14 જેટલા સાધુઓને તેમની મહેન્દ્રા જીનીયો ગાડીની આગળ ચાલતા ટેમ્પાથી બચવા જતા ડ્રાઇવરે રોંગ સાઈડ પર લેતા પૂર ઝડપે ધડાકાભેર ઝાડ સાથે ગાડી અથડાઈ ગઈ હતી. 

આ અકસ્માતમાં ગાડીના ફુરચા નીકળી ગયા હતા. જ્યારે પાછળથી ગાડી ખુલ્લી હોવાથી તેમાં બેસેલા 14 જેટલા સાધુઓ ફંગોળાઈ ગયા હતા. જેમાં ડ્રાઇવર અને અન્ય એક સાધુનું ઘટના સ્થળે ગંભીર ઈજાને પગલે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક સાધુને રાજપીપળા લઈ જતા રસ્તે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું જ્યારે 13 ને ગંભીર ઇજાઓ થતા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા.બનાવની જાણ થતાં પોલીસ અને લોકો મદદ માટે દોડી ગયા હતા.

મૂળ યુપીના ખાતચોક અયોધ્યા આશ્રમના 14 જેટલા સાધુઓ બાર જ્યોતિર્લિંગની પરિક્રમા યાત્રા કરવા નીકળ્યા હતા. જેમાંથી આઠ જ્યોતિર્લિંગ યાત્રા પૂર્ણ કરી ચાર બાકી હોવાથી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે નિવાસ કર્યો હતો . ત્યાંથી તેઓ ગાડીના ચાલક રાકેશકુમાર હરિપ્રસાદ સોનકર મૂળ યુપીના રહેવાસી અને હાલ નવસારી લંકા વિજય હનુમાન મંદિરની સામે રહેતા હોય ત્યાં આ સાધુઓ એમના ઘરે જતા હતા ત્યારે નેત્રંગથી માંડવી નેશનલ હાઈવે પર કંબોડિયા અને ચાસવડ ની વચ્ચે તેઓને અકસ્માત નડ્યો હતો. 

મહિન્દ્રા જીનીઓ ગાડી પૂર ઝડપે ઝાડ સાથે અથડાતા ગોઝારા અકસ્માતમાં ચાલક રાકેશકુમાર સોનકર અને શીતલદાસ ઉર્ફે વેદાંતી ગુરુજીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે અન્ય કેશવદાસ ગુરુજી શ્રી ઇશ્વરદાસ વૈષ્ણવ 30 અયોધ્યા ,ગણેશદાસ 40, ગોપાલદાસ 49 ,ધ્યાનઘીદાસ 50, મણીધરદાસ 35 , વેદાંતીદાસ 46, પ્રદીપભાઈ 46, રામદાસ 46 અને રાધિકદાસ 46 વગેરેને નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. 

તેમાંથી કેશવદાસ ગુરુજી શ્રી ઇશ્વરદાસ વૈષ્ણવને રાજપીપળા રિફર કરતા રસ્તે જ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ગણેશદાસ , ગોપાલદાસ, ધ્યાનધીદાસ અને પ્રદીપભાઈને રાજપીપળા સિવિલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બનાવને લઈ નેત્રંગ પોલીસે તાત્કાલિક તેના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તો અને મૃતકોને નેત્રંગ લાવવા તજવીજ કરી આગળની કામગીરી હાથ ધરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news