BHARUCH: તસ્કરો બંધ ઘરમાંથી 25 લાખની ચોરી કરી, માલિકને ખબર પડતા હાર્ટએટેકથી મોત

ઝગડીયા તાલુકાનાં અછાલિયા ગામના મોટા ફળિયામાં આવેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદી, ડાયમંડ અને રોકડ સહિત ત્રણ લાખ રૂપિયા મળીને કુલ 25 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે મકાન માલિકને જાણ થતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 
BHARUCH: તસ્કરો બંધ ઘરમાંથી 25 લાખની ચોરી કરી, માલિકને ખબર પડતા હાર્ટએટેકથી મોત

ભરૂચ : ઝગડીયા તાલુકાનાં અછાલિયા ગામના મોટા ફળિયામાં આવેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદી, ડાયમંડ અને રોકડ સહિત ત્રણ લાખ રૂપિયા મળીને કુલ 25 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે મકાન માલિકને જાણ થતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

સુરતના રાંદેર રોડ પર આવેલી સાંઇ આશિષ સોસાયટીમાં રહેતા જયકુમાર રાવનો પરિવાર દર વર્ષે તેઓના મુળ વતન ઝગડીયા તાલુકાના અછાલિયા ગામના મોટા ફળીયામાં આવેલા મકાનમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેના કારણે 27 તારીખે રોકડ ત્રણ લાખ, સોના ચાંદીના દાગીના અને ડાયમંડ વિંટી સહિતના આભુષણો લઇને આવ્યા હતા.

જો કે તસ્કરોએ આ દરમિયાન તેના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના પાછળના ભાગેથી મકાનમાં પ્રવેશ કર્યો અને ઘરમાં રહેલી તમામ રોકડ અને દાગીના કુલ મળીને 25 લાખથી વધારેની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગેની માહિતી મકાન માલિકને થતા તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news