ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદારને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી

શહેરના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર પોતાનાં બેફામ વાણી વિલાસના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેવામાં વધારે એકવાર ખનીજચોરી મુદ્દે મામલતદાર કક્ષાના અધિકારીને બેફામ ગાળો આપીને ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. કરજણ તાલુકામાં રેતીના ડમ્પરની અડફેટે આવી જવાના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. જેના પગલે ઘટના સ્થળ પર સેંકડો લોકો એકત્ર થઇ ચુક્યાં છે. જેના પગલે પૂર્વ ધારાસભ્ય અને ભરૂચના સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે જ મામલતદાર સહિતના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. લોકો વચ્ચે પોતે નાગરિકોની ચિંતા કરે છે તેવું દેખાડવા માટે અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરી હતી. ન માત્ર ગેરવર્તણુંક પરંતુ ગાળાગાળી પણ કરી હતી. 
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદારને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી

ભરૂચ : શહેરના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર પોતાનાં બેફામ વાણી વિલાસના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેવામાં વધારે એકવાર ખનીજચોરી મુદ્દે મામલતદાર કક્ષાના અધિકારીને બેફામ ગાળો આપીને ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. કરજણ તાલુકામાં રેતીના ડમ્પરની અડફેટે આવી જવાના કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા. જેના પગલે ઘટના સ્થળ પર સેંકડો લોકો એકત્ર થઇ ચુક્યાં છે. જેના પગલે પૂર્વ ધારાસભ્ય અને ભરૂચના સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે જ મામલતદાર સહિતના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. લોકો વચ્ચે પોતે નાગરિકોની ચિંતા કરે છે તેવું દેખાડવા માટે અધિકારીઓ સાથે ગેરવર્તણુંક કરી હતી. ન માત્ર ગેરવર્તણુંક પરંતુ ગાળાગાળી પણ કરી હતી. 

બે દિવસ પહેલા કરજણના માલોદ ગામ નજીક રેતી ભરેલા ડમ્પરની ટક્કરે ઝનોર ખાતે પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક આગેવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ઉપરાંત હપ્તાના કારણે ખનન માફીયાઓ વિસ્તારમાં બેફામ બન્યા હોવાનું પણ જણાવ્યું હતું. સ્થાનિક લોકોને ભારે પરેશાની થઇ રહી હોવા છતા પણ હપ્તાના જોરે ખનન માફીયાઓ બેફામ અને બેખોફ બન્યા હોવાનો આરોપ લગાવ્યા હતા. 

સાંસદ વસાવાએ મામલતદાર સહિતનાં ખનીજચોરી કરતા ડમ્પરો બંધ કરાવવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત હોંશિયારી નહી મારવાની મારી સામે, તમારા તમામ ધંધા મને ખબર છે તેમ કહીને બેફામ ગાળો ભાંડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોના કાણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ પોતાની વાત કરતા હોય ત્યારે આસપાસ, સ્થળ, પરિસ્થિતિ તમામ ભાન ભુલીને નિવેદન આપતા હોય છે. જેના કારણે કેટલીકવાર તેઓ બફાટ પણ કરી નાખતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news