વિદેશીઓ ગરબે ઘુમતા રમૂજભર્યું દ્રશ્ય: દાંડીયાત્રા લઈને 2 વિદેશી નાગરિકો કાવી-કંબોઇ પહોંચ્યા

ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોચ્યા હતા. યુરોપના રિકી અને હેરિકા નામના 2 વિદેશી નાગરિકો અમદાવાદથી દાંડી પથ પર યાત્રા માટે નીકળ્યા હતા.

વિદેશીઓ ગરબે ઘુમતા રમૂજભર્યું દ્રશ્ય: દાંડીયાત્રા લઈને 2 વિદેશી નાગરિકો કાવી-કંબોઇ પહોંચ્યા

ભરત ચુડાસમા: ગુજરાતમાં ગરબાની કોઈ સીઝન હોતી નથી. ગુજરાતી ગરબાનું વિદેશીઓને પણ જબરું ઘેલું લગાડેલું છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોંચ્યા હતા.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોચ્યા હતા. યુરોપના રિકી અને હેરિકા નામના 2 વિદેશી નાગરિકો અમદાવાદથી દાંડી પથ પર યાત્રા માટે નીકળ્યા હતા. જેઓ પોતાની દાંડીયાત્રા લઈને ભરૂચના જંબુસર ખાતે આવી પહોચ્યા હતા ત્યારે પવિત્ર તીર્થધામ કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની પણ વિદેશી નાગરિકોએ વિશેષ મુલાકાત લીધી હતી.

જ્યાં મંદિરે દરિયા દેવના જળથી શિવલિંગને થતાં જળાભિષેક જોઈ બન્ને વિદેશી નાગરિકો અભિભૂત થયા હતા. સાથે જ કાવી કંબોઇના દરિયા કિનારે રિકી અને હેરિકાએ ગુજરાતીઓ સાથે ગરબા અને ડાન્સ કરી ખૂબ મજા માણી હતી. વિદેશી પર્યટકોને ગરબે ઘૂમતા જોઈ હાજર લોકોમાં પણ એક રમૂજભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news