લોકસભા ચૂંટણી 2019: પોતાની જ રેલીમાં ઉમેદવારની ગેરહાજરી, લોકો પડી ગયા અચંબામાં
ભાવનગર લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ભાજપનાં પશ્ચિમ વિસ્તારનાં ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારમાં ભારતીબેન શિયાળ માટે શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં રેલી સ્વરૂપે પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.
Trending Photos
ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: લોકસભા ચૂંટણીનાં બીજા તબ્બકાના મતદાનને માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જ્ન્જાવતી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભાવનગર લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ભાજપનાં પશ્ચિમ વિસ્તારનાં ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારમાં ભારતીબેન શિયાળ માટે શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં રેલી સ્વરૂપે પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. પરંતુ ઉમેદવાર વગર જ પ્રચાર પ્રસાર કરવામાં આવતા લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા.
ભાવનગર લોકસભા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. ત્યારે ભાજપ દ્વારા આજે ભારતીબેન શિયાળના પ્રચાર પ્રસાર અર્થે ભાજપનાં પશ્ચિમ વિસ્તારનાં ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા આજે પોતાના મત વિસ્તાર ચિત્રા-ફુલસરમાં રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું.
ભાજપ ઉમેદવારનાં પ્રચારમાં આવેલ પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપ ઉમેદવારનાં ચહેરાને લોકો ઓળખે છે. જયારે કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી ઉમેદવાર ગોતવામાં ફાફા પડી રહ્યા હતા. જેને કારણે કોંગ્રસ દ્વારા આયાતી ઉમેદવારની પસંગી કરી મેદાને ઉતારવામાં આવ્યા છે.
આ અગાઉની 2017 વિધાનસભાની ચુંટણીમાં મનહર પટેલને ટીકીટ આપી છેલ્લી ઘડીએ પાછી ખેચી લેવામાં આવેલ એટલે કોંગ્રેસને પણ પોતના ઉમેદવાર પર જીત મેળવી શકશે એ વિશ્વાસ નથી. આ ઉપરાંત ભાવનગર લોકસભા ચુંટણીમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે તે બાબતે જણાવ્યું હતું કે, જ્ઞાતિ-જાતીથી ચુંટણી લડાતી નથી.
કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર જ્ઞાતિ આધારિત રાખી સમાજમાં વર્ગ વિગ્રહ કરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસનાં આયાતી ઉમેદવારને કોઈ મતદારો પણ ઓળખતું નથી. ત્યારે ભાજપનાં ઉમેદવારે લોકોની વચ્ચે રહી કામ કર્યા છે અને લોકો તેને જાણે છે. આ લોકસભાની ચુંટણીએ બહુમતીથી જીત રાજ્ય અને દેશમાં મળવાની છે. તેમજ ભાવનગર સીટ પણ ભાજપ હાસલ કરી બતાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જો કે, ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જે વિસ્તારમાં ભારતીબેન શિયાળ માટે મતો માગવા માટે લોકો સમક્ષ રેલી સ્વરૂપે નીકયા તો ખરા પણ કહેવત છે ને વરરાજા વગરની જાન એમ ઉમેદવાર વગર જ પ્રચાર પ્રસાર કરવામાં આવતા લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે