ભાદરવી પૂનમે અંબાજીમાં તૈયાર કરાયા 5 વિશાળ વોટરપ્રુફ ડોમ, કારણ છે ખુબ જ ખાસ, જાણી લેજો નહીં તો...

જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે.

ભાદરવી પૂનમે અંબાજીમાં તૈયાર કરાયા 5 વિશાળ વોટરપ્રુફ ડોમ, કારણ છે ખુબ જ ખાસ, જાણી લેજો નહીં તો...

પરખ અગ્રવાલ/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ યોજાનાર ભાદરવી પૂનમનો મેળો આવતીકાલ 5 સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યો છે. મેળામાં લાખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે કરાયેલી વ્યવસ્થા અંગે આજે અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોંફ્રેન્સ યોજી પત્રકારોને માહિતગાર કર્યા હતા.

જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યા છે. જયારે મંદિરમા દર્શન માટે પણ સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જયારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરુ કરાશે.

અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય 24 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં 6 સ્પેશ્યલ ડોક્ટરોની પણ નિયુક્તિ આપવામાં આવી છે. જયારે 256 જેટલા આરોગ્યકર્મી પોતાની ફરજ બજાવશે. દસ 108 એમ્બુલેન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલેન્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ સાથે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહે ને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પદ્ધતિમાં સંઘોને વાહન પાસ આપવામાં આવ્યા છે, જયારે મેળામાં કાયદોને વ્યવસ્થા જળવાય તે માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે 325 CCTV કેમેરા, 10 PTZ કેમેરા તેમજ 48 બોડીવોન કેમેરા સાથે 35 ખાનગી કેમેંટ મેનો મેળા દરમિયાન કાર્યરત થશે. ઉપરાંત ખાસ કરીને લોકોને ઇમર્જન્સીમાં 100 નંબર ડાયલ કરવાથી સ્થાનિકમાં જ તાકીદનો પોલીસ સંપર્ક થઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news