દિવાળી અગાઉ ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર 10 હજાર દિવડાથી ઝળહળ્યું

કોરોનાની વૈશ્વિક મહામારી પછી 29 વર્ષની પરંપરા મુજબ આજે અક્ષરધામ મંદિર પરિસરમાં કોરોના ગાઈડ લાઈનની અમલવારી વચ્ચે પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે 10 હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દીપોત્સવીનો તહેવાર શરૂ થઈ ગયો છે. જેનું ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે તે દીપોત્સવીના તહેવારને લઈને ગુજરાતીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હોય છે. 
દિવાળી અગાઉ ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર 10 હજાર દિવડાથી ઝળહળ્યું

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી પછી 29 વર્ષની પરંપરા મુજબ આજે અક્ષરધામ મંદિર પરિસરમાં કોરોના ગાઈડ લાઈનની અમલવારી વચ્ચે પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે 10 હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દીપોત્સવીનો તહેવાર શરૂ થઈ ગયો છે. જેનું ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે તે દીપોત્સવીના તહેવારને લઈને ગુજરાતીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હોય છે. 

ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને છેલ્લા 29 વર્ષથી દીવડાઓથી શણગારવામાં આવે છે. ત્યારે પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલા દીપ કાર્યક્રમમાં યોજીને પરંપરા જાળવી હતી. આગામી પાંચ દિવસ સુધી આ દીવડાઓથી મંદિરને શણગારવામાં આવશે.

અક્ષરધામમાં વર્ષ 1992માં સ્વામી મહારાજ દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીપ પ્રગટાવવાની પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી સતત 29 વર્ષ સુધી દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર પાંચ દિવસ સુધી 10 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. અક્ષરધામ મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓને ધન્યતા અનુભવે છે. આ પ્રકારનો રોશનીનો ઝગમગાટ નયનરમ્ય લાગતો હતો. મંદિરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news