ભાડા પર કાર આપતા પહેલા સાવઘાન, ભાડે લઈ જનારા વ્યક્તિએ વેચી નાંખી કાર

જો તમારી કાર કોઈ અજાણ્યો ઈસમ ભાડે માંગશે તો ચેતી જજો...ભાડા ઉપર આપેલી તમારી કાર ગુમાવવાનો વારો આવશે...વલસાડ જિલ્લામાં કઈ એવોજ કિસ્સો આવ્યો સામે વલસાડ શહેરના એક કાર માલિકે 10 દિવસ માટે ભાડા પર આપેલી કાર ભાડે લઈ ગયેલા ઈસમ દ્રારા વેચી કાઢવાની ઘટના સામે આવી છે અને કાર માલિકને ખબર પણ ના પડી.

ભાડા પર કાર આપતા પહેલા સાવઘાન, ભાડે લઈ જનારા વ્યક્તિએ વેચી નાંખી કાર

Valsad Crime News ઉમેશ પટેલ/વલસાડ : જો તમારી કાર કોઈ અજાણ્યો ઈસમ ભાડે માંગશે તો ચેતી જજો...ભાડા ઉપર આપેલી તમારી કાર ગુમાવવાનો વારો આવશે...વલસાડ જિલ્લામાં કઈ એવોજ કિસ્સો આવ્યો સામે વલસાડ શહેરના એક કાર માલિકે 10 દિવસ માટે ભાડા પર આપેલી કાર ભાડે લઈ ગયેલા ઈસમ દ્રારા વેચી કાઢવાની ઘટના સામે આવી છે અને કાર માલિકને ખબર પણ ના પડી.

વલસાડના લુહાર ટેકરા વિસ્તારમાં આવેલી રોય હોસ્પિટલ પાસે રહેતા હિતેશભાઈ પરસોત્તમભાઈ પટેલ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ તેમની માલિકીની કાર નંબર જીજે ૧૫ સીએ ૯૭૮૮ ભાડે ફેરવે છે. વલસાડના અબ્રામા, ૨૭૩૬, રાજનનગર ખાતે રહેતા તેજસ મહેશભાઈ વાસાણીએ હિતેશભાઈને તેમની ૧૨ દિવસ માટે કાર વડોદરા લઈ જવા માટે ભાડે જોઈએ છે તેવું જણાવ્યું હતું. તેઓએ કાર લેવા માટે સંજયભાઈ ભીખુભાઈ પટેલ ઉર્ફે ચકો નામનો ડ્રાઈવરને વલસાડ મોકલ્યો હતો. જે પછી બીજા દિવસે કાર વલસાડમાં જ નજરે પડી હતી, જેથી હિતેશભાઈએ ખાનગી તપાસ કરતા તેમની કાર નવસારીના યાશીન નામના ઈસમ પાસે ગીરવે મુકવામાં આવી હોવાની માહિતી મળી હતી. કાર ભાડે લઈ ગયા બાદ તેજસ વાસાણી સંજય પટેલ ઉર્ફે ચકો અને પરવેઝ ઈમ્તિયાઝ મુલતાનીએ કાર માલિકની જાણ બહાર ષડયંત્ર રચી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી હતી. આ અંગેની જાણ થતા હિતેશભાઈએ ચારેય ભેજાબાજો સામે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પી.એસ.આઈ ડી.એસ. પટેલે હાથ ધરેલી તપાસમાં તેજસ વાસાણી, સંજય પટેલ ઉર્ફે ચકો અને પરવેઝ મુલતાનીની ધરપકડ કરી હતી.

ભાડા ઉપર કાર લઈ છેતડપિંડી થઈ હોવાની જાણ વલસાડ પોલીસને થતા વલસાડ સીટી પોલીસ દ્વારા તાત્કાલિક પરવેઝ, સંજય અને તેજસની તાત્કાલિક ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા પરવેઝ મુલતાની અગાઉ પણ છેતરપીંડીના ગુનાઓમાં સંડોવણી સામે આવી હતી. પરવેઝ દ્વારા ભાડા ઉપર કાર લઈ વેચી નાંખતો હતો. ખાસ કરીને પરવેઝ દ્વારા કાર કોઈ પોતાના નામે ન કરાવી શક્તા હોય એવા લોકોને કાર વેચવામાં આવતી હતી. જેથી કાર માલિકને કાર ક્યાં છે એ ખબર ન પડતી ત્યારે પરવેઝ દ્વારા અન્ય કેટલા લોકો સાથે આવી રીતે કાર લઈ બારોબાર વેચી દીધી એ અંગે તપાસ હાથ ધરી છે. 

વલસાડ શહેરમાં કાર ભાડા ઉપર બારોબાર વેચી નાખવાનું કૌભાંડ સામે આવતા વલસાડ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી તમામ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે સાથે વલસાડ જિલ્લા તથા અન્ય જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી રીતે છેતડપિંડી કરતા લોકોએ છેતરપીંડી કરી હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news