કુદરતી પ્રક્રિયાને આધારે ચોમાસાની આગાહી કરે છે આ ગુજજુ, આ વર્ષે કેવો થશે વરસાદ?

જળ એજ જીવન છે અને કુદરત તમામ જીવ માટે વરસાદ રૂપે આકાશમાંથી જળ વરસાવે છે. અને એટલેજ તમામ લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. અને સારો વરસાદ પડે તે માટે જાણકાર લોકો કુદરતી સંકેતોને સમજીને વરસાદનો વરતારો એટલે કે, આગાહીઓ કરતા હોય છે. આવાજ એક વરસાદની આગાહી કરનારે આ વખતે સારા વરસાદની આગાહી કરી છે વર્ષોથી વરસાદની સચોટ આગાહી કરનાર જૂનાગઢના મોહનભાઇ દલસાણિયાએ આ વખતે પણ વરસાદ કેવો પડશે તેવી આગાહી કરી છે. 

કુદરતી પ્રક્રિયાને આધારે ચોમાસાની આગાહી કરે છે આ ગુજજુ, આ વર્ષે કેવો થશે વરસાદ?

હનીફ ખોખર/જુનાગઢ: જળ એજ જીવન છે અને કુદરત તમામ જીવ માટે વરસાદ રૂપે આકાશમાંથી જળ વરસાવે છે. અને એટલેજ તમામ લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. અને સારો વરસાદ પડે તે માટે જાણકાર લોકો કુદરતી સંકેતોને સમજીને વરસાદનો વરતારો એટલે કે, આગાહીઓ કરતા હોય છે. આવાજ એક વરસાદની આગાહી કરનારે આ વખતે સારા વરસાદની આગાહી કરી છે વર્ષોથી વરસાદની સચોટ આગાહી કરનાર જૂનાગઢના મોહનભાઇ દલસાણિયાએ આ વખતે પણ વરસાદ કેવો પડશે તેવી આગાહી કરી છે. 

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે ખુબજ સારા સમાચાર છે, કારણ કે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખુબજ સારું ચોમાસુ થવાનું છે. અને આવી આગાહી જૂનાગઢના મોહનભાઇ દલસાણીયાએ કરી છે. મોહનભાઇ દલસાણીયા પ્રાચીન અને ગામઠી પધ્ધતિથી વર્ષોથી વરસાદની આગાહી કરે છે. અને અત્યાર સુધીમાં તેમની આગાહીઓ 90 થી 95 ટાકા સાચી પડેલી છે.

સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો, મહાઆરતિનું કરાયું આયોજન

મોહનભાઇ એ ઝી મીડિયા સાથે વાતચીત કરતા એવો દાવો કર્યો છે આ વખતે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થવાનો છે. તેમને પોતાના અનુમાઓ વિષે વાત કરતા કહ્યું કે, આ વખતે વાદળાઓના કસ સારા બંધાયા છે. વનસ્પતિમાં ફ્લાવરિંગની પ્રક્રિયા પોજીટીવ છે. અને અખાત્રીજના પવનની દિશા અને ગતિ એમ બંન્ને પોજીટીવ હતા. મોહનભાઇએ કહે છે કે, બંગાળના વાવાઝોડાના કારણે પૂર્વમાં થોડો ઓછો વરસાદ થઇ શકે છે. પરંતુ ઉત્તર, દક્ષિણ અને પચ્છિમમાં સારો વરસાદ થાય તેમ છે. દલસાણીયાએ વધુમાં જણવ્યું કે જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે જ્યારે ઓગસ્ટ મહિનામાં થોડો ઓછો વરસાદ થાય તેવું અનુમાન છે.

VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ

જૂનાગઢના મોહનભાઇ દલસાણીયા અભ્યાસુ અને પ્રગતિશીલ ખેડૂત છે. અને ગીરના મોરુકા ગામના મૂળ વાતની છે, તેઓ વર્ષોથી વરસાદની આગાહી કરે છે. તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના વર્ષા વિજ્ઞાન મંડળના પણ સભ્ય છે. આ પ્રકારની આગાહીઓ કેવી રીતે કરે છે તે અંગે માહિતી આપતા જણાવ્યું કે આકાશમાં બંધાતા વાદળાંઓના કસ, વનસ્પતિમાં ફ્લાવરિંગની પ્રક્રિયા અને અખાત્રીજના પવનની દિશા અને ગતિનો સતત અભ્યાસ કરવો પડે છે. તેમજ સૂર્યનો તાપ ચંદ્રની શીતળતા અને ઉગવા અથમવાનું અંતરનું જીંવત ભર્યું નિરીક્ષણ કરવું પડે છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો વધારો, 6 મહિનામાં અધધધ આવક

ખેડૂતો માટે આગાહી કરતા મોહનભાઇ દલસાણીયાએ જણાવ્યું કે, આ વખતે 15 જૂન સુધીમાં વાવણી થવાની શક્યતા છે. એટલે ખેડૂતોએ વહેલા વાવણી કરવાની જરૂર નથી. તેમજ જે લાંબાગાળાના પાકો છે. જેવાકે મગફળી, કપાસ, એરંડા જેવા પાકોનું વાવેતર કરવાથી ખુબજ ફાયદો થશે કારણ કે, પુષ્કળ વરસાદના કારણે જમીનમાં પણ પાણીનો સંગ્રહ થશે તેના કારણે ખેડૂતો શિયાળુ પાક પણ લઇ શકશે તેવો દાવો મોહનભાઇ દલસાણીયા દ્વારા કરવામાં આવ્યો છે.

મોહનભાઇ દલસાણીયાએ અત્યાર સુધીમાં જેટલી આગાહીઓ કરી છે તેમાં 90 થી 95 ટાકા આગાહીઓ સાચી ઠરી છે. કારણે જે પદ્ધતિથી મોહનભાઇ આગાહી કરે છે જે જૂની અને ગામડાની પરંપરાગત પધ્ધતિઓનો અભ્યાસ કરી આગાહીઓ કરે છે. માટે કુદરત પાસે આશા રાખીયે કે. સમગ્ર દેશમાં સારો વરસાદ થાય અને તમામ જીવો માટે પાણીની સમસ્યા દૂર થઇ જાય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news