બેંકકોકમાં યોજનારા વર્કશોપમાં વાગશે ગુજરાતનો ડંકો! આ કોલેજની પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીનીની પસંદગી
પશુઓમાં કેન્સરનું નિદાન અને સારવાર સારી રીતે થઈ શકે તે માટે બેંકકોક ખાતે આગામી 17 થી 24 જુલાઈ દરમિયાન યોજાનારા વર્કશોપમાં આણંદની વેટરનરી કોલેજની એસોસીએટેડ પ્રોફેસર નૈયા પરીખ અને પીએચડીની વિદ્યાર્થીની ફોરમ આસોડીયા ભાગ લેવા માટે પસંદગી પામી છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આજે સમગ્ર વિશ્વમાં પશુઓમાં પણ કેન્સરનાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે તેનાં અભ્યાસ અને ઉપચાર માટે બેંકકોક ખાતે આગામી તા.17થી 24 જુલાઈ દરમિયાન યુરોપીયન સ્કુલ ઓફ એડવાન્સ વેટરનરી સ્ટડીઝનાં ઉપક્રમે વર્કશોપ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે સમગ્ર ભારત દેશમાંથી માત્ર આણંદની કામધેનું યુનિવર્સીટી સંચાલિત વેટરનરી કોલેજની વિદ્યાર્થીની અને અધ્યાપિકા પસંદગી પામ્યા છે.
સમગ્ર ગુજરાતમાં આજે ડોગ કેટ સહીત પશુઓમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પશુઓમાં કેન્સરનું નિદાન અને સારવાર સારી રીતે થઈ શકે તે માટે બેંકકોક ખાતે આગામી 17 થી 24 જુલાઈ દરમિયાન યોજાનારા વર્કશોપમાં આણંદની વેટરનરી કોલેજની એસોસીએટેડ પ્રોફેસર નૈયા પરીખ અને પીએચડીની વિદ્યાર્થીની ફોરમ આસોડીયા ભાગ લેવા માટે પસંદગી પામી છે. બેંકકોક ખાતે યોજાનારા આ વર્કશોપમાં સમગ્ર વિશ્વનાં 44 દેશોમાંથી વેટરનરી કોલેજનાં અધ્યાપકો,સંશોધકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.
મહત્વની વાત એ છે કે આ વર્કશોપમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી આણંદનાં આ બે પ્રતિનિધીઓ પસંદગી પામ્યા છે,જે આ વર્કશોપમાં સમગ્ર દેશનું પ્રતિનીધીત્વ કરશે. આ વર્કશોપમાં વિશ્વનાં જુદા જુદા દેશોમાં પશુઓમાં કેન્સરનું પ્રમાણ, સારવાર, દવાઓ, તેમજ કેન્સરનાં ઓપરેશન અને સંશોધનો અંગે પ્રેઝેન્ટેશન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે