ભારે મુસીબત થઈ! લોકો હવે આ રીતે પોતાની પાસે રહેલી 2000 રૂપિયાની નોટ વટાવવા નીકળ્યા

RBI to withdraw Rs 2000 currency note from circulation : બે હજાર રૂપિયાની નોટો બંધ થવાના સમાચાર પછી તેની અસર બજાર પર જોવા મળી રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં અનેક લોકો 2 હજાર રૂપિયાની નોટ લઈને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા અને નોટ વટાવવા આવી રહ્યાં છે. જોકે કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યાં છે. કેટલાક લોકો આ નિર્ણયને ખોટો અને ગેરવ્યાજબી ગણાવ્યો હતો

ભારે મુસીબત થઈ! લોકો હવે આ રીતે પોતાની પાસે રહેલી 2000 રૂપિયાની નોટ વટાવવા નીકળ્યા

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ભારતીય રિઝર્વ બેંકે 2 હજાર રૂપિયાની નોટ સર્ક્યુલેશન માંથી પાછી ખેંચી લીધી છે અને RBIએ બેન્કોને 30 સપ્ટેમબર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. જોકે એક સમયે લોકો બેંકમાં ફક્ત 10 નોટો જ બદલી શકશે તો બેંક પણ હવે 2 હજારની નોટ ગ્રાહકોને નહિ આપે તેવો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે આ નિર્ણય કરતા બનાસકાંઠાના પાલનપુરમાં અનેક લોકો 2 હજારની નોટ લઈને પેટ્રોલ પમ્પ ઉપર પેટ્રોલ પુરાવીને નોટ વટાવવા આવ્યા હતા. તો અનેક લોકોએ આ નિર્ણયને ખોટો અને ગેરવ્યાજબી ગણાવ્યો હતો. લોકોનું કહેવું છે કે જો 2 હજારની નોટ બંધ જ કરવી હતી તો શરૂ શુ કરવા કરી અને જો નોટ જ બદલવી હોય તો એક દિવસમાં ફક્ત 10 નોટો જ કેમ જો દિવસમાં એક વ્યક્તિની 10 નોટો જ બદલવામાં આવશે તો બેંકોમાં લાઈનો લાગશે અને લોકો ફરીથી હેરાન થશે એના કરતાં સરકારે એવો નિર્ણય કરવો જોઈતો હતો કે જેટલી નોટો લોકો પાસે હોય એ એક જ દિવસમાં બદલી આપે તો લોકો હેરાન ન થાય. 

પાલનપુરના મહેન્દ્રભાઈએ જણાવ્યું કે, જો 2 હજારની નોટ હવે બદલવી જ હતી તો ચાલુ શુ કરવા કરી આમાં લોકો ફરીથી હેરાન થશે. તો અન્ય સ્થાનિક સબીબભાઈએ જણાવ્યું કે, બેંકે રોજની 10 નોટો જ બદલવાની વાત કરી છે તે યોગ્ય નથી તો તેનાથી લોકો હેરાન થશે. 

જોકે 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. તેમજ આ નોટો પરત ખેંચાઈ રહી છે તેને અનેક લોકો આવકારી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આનાથી બ્લેકમની રોકાશે અને જે લોકોએ 2 હજારની નોટો સંઘરી રાખી છે. તેને સમસ્યા છે બાકી લોકોને કોઈ જ સમસ્યા નથી અને આમ પણ બેન્ક કેટલાય સમયથી 2 હજારની નોટ ગ્રાહકોને આપતી ન હતી એટલે લોકો પાસે વધારે નોટો નથી. જેથી લોકોને કોઈ જ તકલીફ નહિ પડે ઉલટાનું દેશની સ્થતિ મજબૂત થશે જેથી આ નિર્ણય ખુબજ યોગ્ય છે. 

એક સ્થાનિકે જણાવ્યું કે, સરકાર અને રિઝર્વ બેંકનો આ નિર્ણય ખુબજ સારો છે એનાથી બ્લેક મની બહાર આવશે. આમ પણ બેંકે ઘણા સમયથી 2 હજારની નોટ આપવાનું બંધ કર્યું હતું આનાથી કોઈ જ હેરાન નહિ થાય. 2 હજારની નોટ બંધ નથી થઈ લોકો પાસે નોટ બદલાવવા માટે બહુ સમય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news