ગુજરાતના ગામડાઓમાં જો તમારા પાસે રૂપિયા હશે તો તમારા કામ થશે, વચેટિયાની લાલચનો ઓડિયો વાયરલ

ગુજરાતના ગામડાઓમાં જો તમારા પાસે  રૂપિયા હશે તો તમારા કામ થઈ શકશે, આ વાતની સાબિતી લાંચિયા અધિકારીઓ અને તેમના સુધી લાંચ પહોંચાડતા વચેટિયાઓ સાબિત કરે છે. બનાસકાંઠાના લાખણીના કુવાણા ગામના અરજદાર પાસે વચેટિયાએ ખેતીની જમીન બિનખેતી કરાવવા માટે લાખો રૂપિયાની લાંચ માગી છે જેનો ઓડિયો વાયરલ (audio viral) થયો છે. હર્ષદ પટેલ નામના વચેટિયાએ અરજદાર પાસે લાંચ માગી છે. ઓડિયો ક્લિપમાં મામલતદારથી લઈ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટર સુધી પણ વ્યવહાર પહોંચાડવામાં આવે છે તેનો ઉલ્લેખ કરાયો છે.  
ગુજરાતના ગામડાઓમાં જો તમારા પાસે રૂપિયા હશે તો તમારા કામ થશે, વચેટિયાની લાલચનો ઓડિયો વાયરલ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતના ગામડાઓમાં જો તમારા પાસે  રૂપિયા હશે તો તમારા કામ થઈ શકશે, આ વાતની સાબિતી લાંચિયા અધિકારીઓ અને તેમના સુધી લાંચ પહોંચાડતા વચેટિયાઓ સાબિત કરે છે. બનાસકાંઠાના લાખણીના કુવાણા ગામના અરજદાર પાસે વચેટિયાએ ખેતીની જમીન બિનખેતી કરાવવા માટે લાખો રૂપિયાની લાંચ માગી છે જેનો ઓડિયો વાયરલ (audio viral) થયો છે. હર્ષદ પટેલ નામના વચેટિયાએ અરજદાર પાસે લાંચ માગી છે. ઓડિયો ક્લિપમાં મામલતદારથી લઈ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટર સુધી પણ વ્યવહાર પહોંચાડવામાં આવે છે તેનો ઉલ્લેખ કરાયો છે.  

અરજદારે પોતાની માલિકીની ખેતીની જમીન બિનખેતી કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી. અરજદારનું કામ યોગ્ય રીતે પૂર્ણ ન થતા તેને કંટાળીને વચેટિયાનો સંપર્ક કર્યો હતો. સાડા પાંચ લાખ રૂપિયાની જમીન NA કરી આપવા માટે મામલતદારથી પ્રાંત અધિકારી સુધી વહીવટ પહોંચાડવામાં આવે છે તે વાત વચેટિયાએ અરજદારને કરી છે. મામલતદાર 10 થી 15 હજારનો ઘરાક, પ્રાંત અધિકારી 40 થી 50 હજારમાં અને જિલ્લા કલેકટર સ્કેવર ફૂટે 2 રૂપિયા તો નગર નિયોજનમાં સ્કેવર ફૂટે 2 રૂપિયાનો વ્યવહાર કરવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે. 

અરજદાર રૂપિયા આપવા બાબતે ગભરાઈ રહ્યો છે તે ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે. મહેસૂલ મંત્રીની કડકાઈ અને તેમને કરેલી રેડના કારણે અધિકારીઓ સીધા વાત નથી કરતા તો સામે વચેટિયો કહે છે કે આ બધા કામ માટે તેઓ સીધી રીતે વાત કરતા નથી. આ ઓડિયો વાયરલ થતા સમજી શકાય છે કે સરકારી કામ કરાવવા માટે ગરીબ ખેડૂતોએ રૂપિયા આપવા પડે છે. કેમ કે જો તે ઈમાનદારીથી કામ કરાવવા જાય તો તેને ધક્કા ખવરાવવામાં આવે છે. પરંતુ આ વીડિયો અનેક સવાલો આપણી પારદર્શક વ્યવસ્થા પર ઉઠાવી રહ્યો છે. એટલે અમે બતાવી રહ્યા છીએ. 

પરંતુ આ ઓડિયોની પુષ્ટી ઝી 24 કલાક નથી કરતું. જો આ વાતમાં સચ્ચાઇ છે તો આપણા વહિવટી તંત્રએ આ સડાને દુર કરવો ખુબ જરૂરી છે. કારણ કે ગામડાના ગરીબ ખેડૂતો સરકારી યોજનાઓ અને તેના લાભથી લઇને સરકારી કામો માટેના દસ્તાવેજી આટાપાટા નથી સમજતા અને આવા વચેટીયાઓ તેમના હક પર ચુનો ચોપડી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news