આ જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર; દૂધના ખરીદભાવમાં થયો ફરી એકવાર વધારો

Banas Dairy: બનાસ ડેરી દ્વારા ચાલુ વર્ષમાં પ્રથમ વાર દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર; દૂધના ખરીદભાવમાં થયો ફરી એકવાર વધારો

ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.10નો વધારો કર્યો છે. હવે આવતીકાલ (10 જૂન)થી પશુપાલકોને ભાવવધારાના ફાયદો મળશે. 

બનાસ ડેરી દ્વારા ચાલુ વર્ષમાં પ્રથમ વાર દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 10 જૂનથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે.

પશુપાલકોને તેમના દૂધમાં અગાઉ બનાસ ડેરી 795 રૂપિયા ચૂકવતી હતી, પરંતુ હવે નવો ભાવવધારો થતાં 805 પ્રતિ કિલો ફેટે ખેડૂતોને ચૂકવાશે. આવતી કાલથી 10 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે ભાવ વધારો અમલી બનશે. કાંકરેજી ગાયનું દૂધ ભરાવતા ખેડૂતોને બનાસ ડેરી દ્વારા પ્રોત્સાહન રૂપે પ્રતિ લીટરે 2 રૂપિયા વધારે આપવામાં આવશે. 

ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? શંકર ચૌધરી સાથેનો VIDEO વાયુવેગે વાયરલ
 
ઉલ્લેખનીય છે કે, બનાસ ડેરીએના ભાવ વધારાથી લાખો પશુપાલકોને આર્થિક ફાયદો થશે. બનાસ ડેરી દ્વારા સારા ભાવ આપવામાં આવતા બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ દિન પ્રતિદિન વધી છે. પહેલાના સમયમાં શિયાળાની અંદર જેમ જેમ દૂધની આવકમાં વધારો થતો, ત્યારે દૂધના ભાવમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ હવે શિયાળો હોય કે અન્ય કોઈપણ ઋતુ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં સતત વધારો કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news