Baba Bageshwar: બબાલ બાદ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર, જાણો ક્યારે આપશે દર્શન
Baba Bageshwar: પહેલાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કાર્યક્રમ યોજાવાનો હતો. પહેલાં બે દિવસનો દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 29 અને 30 મે એમ બે દિવસ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. જોકે, પરિસ્થિતિ બગડતા દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરી દેવાયો છે.
Trending Photos
Baba Bageshwar Dhaam Sarkar/આશ્કા જાની, અમદાવાદઃ ગુજરાતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના કાર્યક્રમને લઈને ઠેરઠેર પોસ્ટર લાગ્યા છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં બાબાના કાર્યક્રમનું પ્લાનિંગ હોવાનું પણ ચર્ચામાં હતું. જોકે, બાબા બાગેશ્વર સરકારના ગુજરાત પ્રવાસ પહેલાં જ આ મુદ્દે રાજકીય ઘમાસાણ મચી ગયું છે. ભાજપ અને કોંગ્રેસ રીતસર આ મુદ્દે સામસામે આવી ગયા છે. અચાનક માહોલ ગરમાઈ જતા અમદાવાદના દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોવાનુ સામે આવ્યું છે.
આ પણ ખાસ વાંચોઃ Government Job: ગુજરાતમાં બદલાઈ ગયા સરકારી ભરતીના નિયમો, જાણો પરીક્ષાની નવી પેટર્ન
આ પણ ખાસ વાંચોઃ વર્ગ-3ની ભરતી માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પરીક્ષાનું નવું માળખું, જાણો નવો નિયમ
આ પણ ખાસ વાંચોઃ અંબાલાલ તો આગાહી કરતા કરશે, વૈજ્ઞાનિકોએ કહી દીધું આ વખતે આખુ વર્ષ રડાવશે અલ નીનો
ઉલ્લેખનીય છેકે, પહેલાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કાર્યક્રમ યોજાવાનો હતો. પહેલાં બે દિવસનો દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 29 અને 30 મે એમ બે દિવસ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. જોકે, પરિસ્થિતિ બગડતા દિવ્ય દરબારના કાર્યક્રમમાં ફેરફાર કરી દેવાયો છે.
હવે બે દિવસના બદલે અમદાવાદમાં એક જ દિવસ માટે બાબાનો દિવ્ય દરબાર ભરાશે. જોકે, આના માટે કોઈપણ જાતનું રજીસ્ટ્રેશન કે ઓનલાઈન એન્ટ્રી કરાવવાની નથી. કોઈપણ વ્યક્તિ દિવ્ય દરબારમાં પ્રવેશ કરી શકે છે. હવે બે દિવસના બદલે માત્ર 29 મે ના રોજ જ અમદાવાદમાં દિવ્ય દરબાર ભરાશે. જ્યારે 30 તારીખનો દિવ્ય દરબાર રાખવામાં આવ્યો નથી. 30 તારીખે માત્ર બાબાના દર્શન કરવા મળશે. કોઈપણ ભક્ત આ દરબારમાં આવી શકે છે. એક દિવસનો રાખવામાં આવ્યો છે દિવ્ય દરબાર. પહેલાં બે દિવસનો કાર્યક્રમ હતો. પણ ગુજરાત પ્રવાસ પહેલાં વિવાદ થતા આ ફેરફાર થયો હોય તેવું પણ સુત્રો જણાવી રહ્યાં છે.
આ પણ ખાસ વાંચોઃ અહીં 8 પત્નીઓ સાથે બિરાજમાન છે શનિદેવ, દર્શનથી થાય છે બેડોપાર, ક્યાં આવેલું છે મંદિર
આ પણ ખાસ વાંચોઃ વાવાઝોડામાં પણ અહીં અડીખમ ઊભી છે વરિયાળી! શિક્ષક કે અંજીર અને સફરજનની પણ કરી છે ખેતી
આ પણ ખાસ વાંચોઃ મધ જેવા મીઠા ચીકુએ લઈ લીધો સુરતના ખુબસુરત બાળકનો જીવ, ચીકુ ખાતા ક્યારેય ન કરતા આ ભૂલ
સુરતમાં કેવી ચાલી રહી છે બાબાના કાર્યક્રમની તૈયારીઓ?
આ ઉપરાંત હાલ સુરતમાં બાબાના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં બાગેશ્વર બાબના લોક દરબારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરના આગમનની તૈયારી કરવામાં આવી રહી છે. મેદાનને સપાટ કરી મંડપ બાંધવામાં આવી રહ્યો છે. દરબારામાં 1200 VIP બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બાબાના દિવ્ય દરબારમાં અંદાજે 2 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમને પગલે સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં 30 LED લગાવવામાં આવશે.
આ પણ ખાસ વાંચોઃ બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું
આ પણ ખાસ વાંચોઃ એક છોકરો અચાનક કઈ રીતે બની ગયો હાઈપ્રોફાઈલ બાગેશ્વર સરકાર? જાણો કેવી છે લાઈફસ્ટાઈલ
આ પણ ખાસ વાંચોઃ શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?
આ પણ ખાસ વાંચોઃ પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે