સમૃદ્ધ ગુજરાતમાં પગારના ફાંફા, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો

Azim Premji University Report : દિલ્હીવાસીઓનો સૌથી વધુ 23,580 પગાર... નોકરિયાત ગુજરાતીઓનો સરેરાશ પગાર 13,266 રૂપિયા... ઓછો પગાર લેવામાં દેશમાં 19મા ક્રમે ગુજરાત
 

સમૃદ્ધ ગુજરાતમાં પગારના ફાંફા, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો

Unemployment In India: દુનિયાભરમાં ભૂખમરો, જળવાયુ સંકટ, ફૂડ સપ્લાય ઉપરાંત બેરાજગારી મોટી સમસ્યા બની રહ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં જી-20 દેશોમાં એક મોટું સંકટ છે. પહેલા ધારણા હતી કે, વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ અને ગરીબ દેશોમાં આ સમસ્યા વધુ છે, પરંતું છેલ્લા કેટલાક વર્ષોમાં વિકસિત દેશો પણ આ સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે આવામાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા એક સરવે કરાયો હતો, જેનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. કહેવામાં તો ગુજરાતમાં ધંધો છે, રૂપિયાની રેલમછેલ છે. ગુજરાતની ગણતા ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય તરીકે થાય છે, પરંતું રિપોર્ટ મુજબ, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો છે. ગુજરાતમાં નોકરી કરતા લોકોનો સરેરાશ માસિક પગાર 13,266 રૂપિયા છે. આ મામલે ગુજરાત દેશમાં 19મા ક્રમે છે. 

ગુજરાતમાં માસિક લોકો માત્ર 13,221 આવક
તાજેતરમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા ‘સ્ટેટ ઑફ ઈન્ડિયા રિપોર્ટ-2023’ મુજબ, દિલ્હીમાં નોકરી કરતા લોકોનો સરેરાશ માસિક પગાર દેશમાં સૌથી વધુ 23,580 રૂપિયા છે. જ્યારે છત્તીસગઢમાં સૌથી ઓછો 9,716 રૂપિયા છે. આ રિપોર્ટમા ગુજરાત છેક 19 માં ક્રમે ધકેલાયું છે. ગુજરાતમાં માસિક લોકો માત્ર 13,221 આવક મેળવે છે. 

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટની માનીએ તો ભારતમાં કોવિડ 19 મહામારી બાદ બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. પરંતુ ભણેલા ગણેલા ડિગ્રીધારક યુવાઓ હજી પણ 15 ટકાથી વધુ બેરોજગાર છે. આ સૌની વચ્ચે રોજગારને પણ નુકસાન પહોંચ્યું છે. રિપોર્ટ અનુસાહર, કુલ વર્ક ફોર્સમાં મહિલાઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ભારતમાં લોકો રૂપિયા સેવિંગ કરવાને બદલે ઉધાર લઈને ખર્ચી રહ્યાં છે. ભારતીયોને રોજિંદી આવક પર જીવવુ પડે છે, કારણ કે તેમની પાસે પારિવારિક સંપત્તિનો અભાવ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news