આયશાનો અંતિમ પત્ર: My Love Aruu, મેં તને ક્યારેય દગો આપ્યો નથી...

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાના મોત મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જો કે, આપઘાત કેસમાં આયશાના પતિ આરિફને પોલીસ રાજસ્થાનથી ઝડપી લાવી હતી

આયશાનો અંતિમ પત્ર: My Love Aruu, મેં તને ક્યારેય દગો આપ્યો નથી...

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati River Front) ખાતે વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાના (Ayesha Arif Khan) મોત મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જો કે, આપઘાત કેસમાં આયશાના (Ayesha Suicide Case) પતિ આરિફને (Arif Khan) પોલીસ રાજસ્થાનથી ઝડપી લાવી હતી. ત્યારે આજે આયશાના (Ayesha) વકિલ દ્વારા આયશાએ તેના પતિ આરિફ માટે લખેલો અંતિમ પત્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આરિફને લખવામાં આવેલા અંતિમ પત્રમાં આયશાએ લખ્યું હતું કે
માય લવ આરૂ (આરિફ),
આરૂ મુજે માફ કરદેના હો શકે તો. ઓર એક રિકવેસ્ટ હે પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સાહી બાતે હૈ જો મેંને નહીં કહીં. આરૂ આશિફ મેરા બેસ્ટ ફ્રેન્ડ હૈ, બેસ્ટ ભાઈ હૈ. બસ બુરા લગા કી તુમને તુમારી બુરાઈયો કો છૂપાને કે લીયે મુજે સરેઆમ આશિફ કે સાથ જોડ દીયા. આરૂ એક બાર પ્યાર સે પુછતે તો હર કન્ફ્યૂઝન દૂર હોતી. બટ તુમારે પાસ વક્ત હી કહા થા. તુમ હમેશાં અપને મે હી બીઝી રહેતે હો. મેરી હર બાત તુમેહ અજીબ લગતી હૈ વેસ્ટ લગતી હૈ.

I know you Irritate with me, because તુમારે દિમાગ મેં મેરે બારેમે ગલત સોચ આ ગઈથી. આરૂ નારાજ હું તુમસે બહોત નારાજ હું. ધોખા દિયા તુમને મુજે. ઈતના સબ કૂછ હોને કે બાદ ભી મેં ફિર ભી પ્યાર કરતી હું. બહુત કરતી હું. મેં તુમારે અલાવા કિસી ઓર કી નહીં હો શકતી. સો મેને સોચ લિયા હૈ જાઉ યાહા શે. યાહા ના મેરે કુરાન કી ઇજ્જત હે ના હી મેરે ઇમાન કી. આરૂ 4 દિન કમરેમે અકેલે થે. હમ ભુખે પ્યાસે. એક બાર ભી હમશે કોઈ પુછને નહીં આયા. જબકી મેં પ્રેગ્નેટ થી. ના તુમ આયે. ઓર તુમ આયે તો સિર્ફ બહુત મારા ઓર મેરે લિટલ આરૂ કો ચોટ લગી. સો મેં ભી ઉસ્કે પાસ જા રહી હું. તુમારા વક્ત હૈ. કોઈ બાત નહીં. તુમારા હક હૈ. મુજે સતાને કા. પુરા હક હૈ.

આયશાએ પત્રમાં વધુમાં લખ્યું હતું કે, મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઉઝાડી દીધી. સોરી આઈ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આયશા આરિફ લખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરિફની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેના રિમાન્ડની માંગણી કરી હતી. 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરિફને કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે, કોર્ટે આરિફને જ્યૂડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ત્યારે પોલીસે મોબાઇલ ફોન કબ્જે કર્યો છે તે અંગે આઈશાના વકીલે આપેલા પત્રના આધારે હવે પોલીસ વધુ તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news