Rajkot News: હુમલાખોર દેવાયત ખવડે કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી

રાજકોટમાં રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. દેવાયત ખવડે એક યુવક પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો છે. 

Rajkot News: હુમલાખોર દેવાયત ખવડે કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી

ગૌરવ દવે/રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ડાયરાઓ ગજવતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા છ દિવસથી પોલીસથી નાસ્તા ભાગતા ફરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં હવે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.

લોક સાહિત્યકાર અને "રાણો રાણાની રીતે" ફેઈમ દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ દિવસથી ફરાર છે. અંગત અદાવતમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કર્યો છે. રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી છ દિવસ થી શોધખોળ કરી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા છતાં કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડે તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.

કેમ પોલીસ તપાસ ઢીલી
ડાયરા ગજવતા દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા પર જે રીતના હુમલો કરવામાં આવ્યો તેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે. તેમ છતાં પણ હજુ પોલીસ આરોપી દેવાયત ખવડ ની કેમ ધરપકડ કરી શકી નથી તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ સૂત્રોનું માનીએ તો દેવાયત ખવડ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. થોડા સમય પહેલા જ દેવાયત ખવડનું હથિયાનું લાયસન્સ પણ મંજુર કરવામાં આવ્યું હતું. દેવાયત ખવડ પર કયા પોલીસ અધિકારીના આશીર્વાદ છે તે તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે. આરોપીઓ સામે કડક વલણ રાખવાનો દાવો કરતા અધિકારીઓ કેમ દેવાયત ખવડ સામેની તપાસમાં કેમ ઢીલાશ રાખી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news