અમદાવાદના છારા નગરમાં રેડ પાડવા ગયેલા પોલીસ કાફલા પર હુમલો, PSI સહિત 3ને ઇજા

સરદાર નગર પોલીસ સ્ટેશનના PSI  મોરી પર છારાનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા પોલીસ ટીમ ગઇ હતી તે દરમિયાન આ હુમલો થયો હતો. અસામાજિત તત્વોએ કરેલા હુમલામાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદના છારા નગરમાં રેડ પાડવા ગયેલા પોલીસ કાફલા પર હુમલો, PSI સહિત 3ને ઇજા

અમદાવાદ: અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનના PSI મોરી પર હુમલો થયો છે. સરદાર નગર પોલીસ સ્ટેશનના PSI  મોરી પર છારાનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા પોલીસ ટીમ ગઇ હતી તે દરમિયાન આ હુમલો થયો હતો. અસામાજિત તત્વોએ કરેલા હુમલામાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અને પોલીસે  30થી વધુ લોકોની અટકાયત કરી લીધી છે. તો ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તો બીજી તરફ સ્થાનિક રહીશોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે વાંક ગૂના વિના પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે ગાડીઓના તોડી પાડવામાં આવ્યા છે. તમામ પોલીસકર્મીઓ દારૂના નશામાં હતા. તેમણે પુરૂષો સહિત મહિલાને ફટકારી હોવાનો આરોપ લગાવ્યો હતો. મોડી રાત્રે ઇમેલ કરી અમદાવાદ છારાનગર પોલીસના દમનને લઈને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના સરદારનગર વિસ્તારમાં કુબેરનગર પાસે એફ વોર્ડમાં સ્થાનિક બુટલેગરોએ એક જ પરિવારના સભ્યો પર ધારિયા, લાકડી સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બુટલેગરોના આંતકથી સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બુટલેગરોના હુમલામાં બે મહિલાઓ સહિત ત્રણ જણાંને ઇજા પહોંચી હતી.

સરદારનગર પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને સેક્ટર-૨ની સ્કવોડના અધિકારીઓ અને સ્ટાફના વિશાળ કાફલા દ્વારા છારાનગર, કુબેરનગર અને સરદારનગરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news