મિસ વર્લ્ડ અમેરિકાની માથાની શોભા વધારશે સુરતમાં તૈયાર થયેલો કરોડોનો તાજ

અમેરિકાની સૌથી વધુ સુંદર યુવતી આ વખતે સુરતની ડાયમન્ડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા ચમકદાર હીરાઓનો ક્રાઉન પહેરી વધુ સુંદર દેખાશે.  

મિસ વર્લ્ડ અમેરિકાની માથાની શોભા વધારશે સુરતમાં તૈયાર થયેલો કરોડોનો તાજ

ચેતન પટેલ, સુરત : અમેરિકાની સૌથી વધુ સુંદર યુવતી આ વખતે સુરતની ડાયમન્ડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા ચમકદાર હીરાઓનો ક્રાઉન પહેરી વધુ સુંદર દેખાશે.  જી હાં... દર વર્ષે યોજાતા મિસ વર્લ્ડ અમેરિકાનો ક્રાઉન ચીન અને હોંગકોંગથી તૈયાર થતો હતો. પરંતુ આ વખતે આ સફેદ અને આસમાની રંગના હીરાથી તૈયાર ક્રાઉન આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર સુરતમાં તૈયાર થયો છે. જેમાં 650 કેરેટ હીરા, 650 ગ્રામ ગોલ્ડ અને 150 પીસ એમરેલ્ડ છે જેની કિંમત કરોડો રૂપિયાની છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અનેક વ્યાપારિક સંબધો ઉપર અસર થઈ છે. જેનો લાભ ભારતને થઈ રહ્યો છે. જેનું એક ઉદાહરણ હાલમાં અમેરિકામાં યોજાનાર મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકા સ્પર્ધા છે. દર વર્ષે આ સ્પર્ધા માટે જે ક્રાઉન ચીન અને હોંગકોંગમાં તૈયાર થતો હતો તે કરોડો રૂપિયાનો હીરાનો ક્રાઉન સુરતમાં તૈયાર થયો છે. ખાસ ડિઝાઇન માટે 25 દિવસ સુધી કંપનીના 10 કર્મચારીઓએ રોજની 8-8 કલાક કરેલી મહેનત કરી છે. અને આ ક્રાઉનને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટ દ્વારા આ ક્રાઉન બનાવવામાં 600 ગ્રામ ગોલ્ડ, 650 કેરેટના 318 હીરા અને 150 પીસ એમરેલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બંન્ને તાજનું મૂલ્ય કરોડોમાં છે. આ બન્ને ક્રાઉનની ચમક લાંબો સમય રહે તે માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર થતું ધાગા પોલિશિંગ પણ કરવામાં આવ્યું છે. કંપની માટે આ ગૌરવની વાત છે કંપનીના આર એન્ડ ડી વિભાગે અગાઉ પેપર વર્ક કર્યું અને ત્યારબાદ એક ક્રાઉન બનાવી તેને ચાંદીનો રૂપ આપ્યું.. ક્રાઉન બનવા બાદ શાનદાર લાગે આ માટે એક એક કરીને હીરા લગાવવામાં આવ્યા.. હેન્ડમેડ જ્વેલરી અને ડિઝાઇનથી પ્રભાવિત થઈ ઈવેન્ટના બેવર્લી હિલ્સ દ્વારા આ ક્રાઉન બનાવવાનો ઓર્ડર આ કંપનીને આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news