આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યાનો આરોપી પકડાયો, સાધુ વેશમાં હરિદ્વારમાં રહેતો હતો
Crime News : આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યાના કેસમાં આરોપી પ્રવીણ કાંબલેની ધરપકડ.... ગુજરાત ATSએ દિલ્હીથી કરી ધરપકડ....
Trending Photos
Crime News અતુલ તિવારી/અમદાવાદ : આસારામ કેસમાં સાક્ષી અખિલ ગુપ્તા મર્ડર કેસમાં આરોપી પ્રવીણ કાંબલે નામના શખ્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. દિલ્હીથી ગુજરાત એટીએસે પ્રવીણ કાંબલેની ધરપકડ કરી છે. આસારામ કેસમાં સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કર્યા બાદખી પ્રવીણ કાંબલે છુપાવેશામં ફરતો હતો. ત્યારે આખરે 24 નવેમ્બરે મોડી રાત્રે બાતમીના આધારે ગંગા કિનારે સાધુના વેશમાં આવતા ઈસમની રેકી કરી આરોપીને એટીએસ દ્વારા ઝડપી લેવાયો છે.
આ અંગે ATS નાં PSI વાયજી ગુર્જરે માહિતી આપી કે, આસારામ કેસના સાક્ષી અખિલ કુમાર ગુપ્તાની હત્યાના વોન્ટેડ આરોપી પ્રવીણ કાંબેલેને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આસારામ અને તેમના પુત્ર પર જુદા જુદા કેસો થયા એ સમયે તેમની સામે હત્યાના કેસ પણ નોંધાયા હતા. જેમાં પ્રવીણ કાંબલે ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે ઓળખ છુપાવી આરોપી સાધુના વેશમાં રહેતો હોવાની ગુજરાત એટીએસને બાતમી મળી હતી. 24 નવેમ્બરે મોડી રાત્રે બાતમીના આધારે ગંગા કિનારે સાધુના વેશમાં પ્રવીણ વકીલ આવી ચઢતા અમે તેની રેકી કરી હતી, અને આરોપીને એટીએસ દ્વારા ઝડપી લેવાયો છે.
મૂળ મહારાષ્ટ્રના બીડનાં 38 વર્ષીય પ્રવીણ શિવાજીરાવ કાંબલેને એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી પ્રવીણ શિવાજીરાવ કાંબલેની પૂછપરછમાં સામે આવ્યું કે, તે આસારામ બાપુના આશ્રમમાં રસોઈ તેમજ સેવાનું કાર્ય કરતો હતો. આસારામ બાપુની ધરપકડ બાદ તેમની વિરુદ્ધમાં સાક્ષી બનનાર અખિલકુમાર ગુપ્તાની જાન્યુઆરી 2015માં ઉત્તર પ્રદેશના મુઝફફરનગરના મંડી વિસ્તારમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં શૂટર કાર્તિક હલધર અને નીરજ જાટ જે અગાઉ ઝડપાઈ ચૂક્યા હતા અને પ્રવીણ શિવાજીરાવ કાંબલેને વોન્ટેડ જાહેર કરાયો હતો. વોન્ટેડ પ્રવીણ કાંબલે વર્ષ 2015 થી તેના કુટુંબના સભ્યો સાથે સંપર્ક છોડી પોતાનું ઘર છોડી નાસ્તો ફરતો હતો. આરોપી પ્રવીણ કાંબલે ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે ઓળખ છુપાવી સાધુના વેશમાં રહેતો હતો.
ઉલ્લેખનીય છે કે, બળાત્કાર હત્યા સહિતના ગુનામાં આસારામ બાપુની ધરપકડ બાદ તેમના સેવકો તથા તેમનામાં શ્રદ્ધા રાખનાર લોકો દ્વારા તેમની વિરુદ્ધમાં સાક્ષી બનનારની દેશના વિવિધ શહેરોમાં હત્યા કરવામાં આવી હતી, જેમાં કેટલાક સાક્ષીઓને પણ જાનથી મારી દેવાની ધમકી અપાયા અંગે ફરિયાદ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ગુજરાતી ATS એ ઝડપી પાડેલા આરોપી પ્રવીણ કાંબલેની પૂછપરછ બાદ તેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવા અંગેની કાર્યવાહી હાથ ધરાશે. પ્રવીણ કાંબલેએ સહઆરોપીઓ સાથે મળી આસારામ કેસના સાક્ષી અખિલકુમાર ગુપ્તાની હત્યાનું કાવતરું રચી તેની રેકી કરી હોવા અંગે વર્ષ 2015માં યુપીના મુજફ્ફરનગરના નઈ મંડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપી પ્રવીણ કાંબલેએ બી.કોમ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે