અહીં ખેડૂતો છે ખુશખુશાલ! કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતા ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ઉભરાયું

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની પુષ્કળ આવક થતી હોય છે. સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે.

અહીં ખેડૂતો છે ખુશખુશાલ! કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતા ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ઉભરાયું

ઝી બ્યુરો/ગોંડલ: સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કરવામાં આવેલ કમોસમી વરસાદની આગાહીને પગલે ગોંડલ યાર્ડના સત્તાધીશો દ્વારા લસણ, ડુંગળી, મરચા, ધાણા સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી.

માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની પુષ્કળ આવક થતી હોય છે. સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આવતા ખેડૂતોની જણસી પલળે નહિ તેને ધ્યાનમાં રાખી ડુંગળી, લસણ, ધાણા, મરચા સહિતની જણસી ની આવક બંધ કરવામાં આવી હતી. વરસાદ ની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસી ની આવક શરૂ કરાતા વિવિધ જણસી ની આવક થી ઉભરાયું હતું

માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થવા પામી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ વિવિધ જણસી જેવી કે ડુંગળી, મરચા, કપાસ, લસણ, ધાણા, મગફળી સહિતની જણસી ની આવક થવા પામી હતી. ડુંગળી ની સૌથી વધુ 40 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. મગફળી ની 20 હજાર ગુણી, લસણ ની 16 હજાર કટ્ટાની આવક, કપાસ ની 10 હજાર ભારી, મરચાની ઓનલાઈન રજિસ્ટ્રેશન મુજબ 16 હજાર ભારી ની આવક થવા પામી હતી

હરાજીમાં જણસીના ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થતાં તમામ જણસીની આવક સાથે હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી 800 રૂપિયા, લસણ ના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 5031 રૂપિયા, મરચા ના 20 કિલોના ભાવ રૂપિયા 2500 થી 4500 રૂપિયા, કપાસ ના 20 કિલોના ભાવ રૂપિયા 1300 થી 1476 રૂપિયા તેમજ મગફળી ના 20 કિલોના ભાવ રૂપિયા 900 થી 1500 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ત્યારે સૌરાષ્ટ્ર ભર માંથી પોતાની જણસી લઈને આવતા ખેડુતો જણસી ના હરાજીમાં સારા એવા ભાવ બોલતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news