ગુજરાતના આ દ્રશ્યો તમારું મન મોહી લેશે! હોળી નજીક આવતા જ જંગલોએ ધારણ કર્યો કેસર્યો

હાલ પંચમહાલ જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગમાં રંગાયેલ જોવા મળે છે, કેમ કે હાલ પંચમહાલના જંગલોમાં કેસુડો સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીકમાં છે.

ગુજરાતના આ દ્રશ્યો તમારું મન મોહી લેશે! હોળી નજીક આવતા જ જંગલોએ  ધારણ કર્યો કેસર્યો

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: હોળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ફાગણ માસમાં આવતા હોળીના તહેવારને વસંતનો તહેવાર કહેવામાં આવે છે. વસંતના આગમને જ પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળા એ ખીલી ઉઠે છે. તેમાંય પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા કેસુડાના ફૂલો પણ આજ ઋતુમાં ખીલતા હોય છે. આયુર્વેદની ભાષામાં જેને પલાસ કહેવામાં આવે છે તે કેસુડો સમગ્ર રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ થતો હોય છે. ત્યારે મનમોહક જોવા મળતો કેસુડો તેના આયુર્વેદિક ગુણોને લીધે પણ ખૂબ જ મહત્વનો હતો.

હાલ પંચમહાલ જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગમાં રંગાયેલ જોવા મળે છે, કેમ કે હાલ પંચમહાલના જંગલોમાં કેસુડો સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીકમાં છે. ત્યારે કુદરત દ્વારા ખાખરાના વૃક્ષ પર જાણે સુંદરતાનો અતિરેક કરી નાખતી હોય એમ ખુજ મોટી માત્રામાં કેસૂડાં ના ફૂલ આવે છે. પંચમહાલ સહીત આસપાસના વિસ્તારોમાં હોળી પહેલા ઉગી નીકળતા કેસુડાના ફૂલ માત્ર તેના રૂપથી જ વખણાય છે તેવું નથી, કેસુડો તેના ઘણા બધા ગુણોથી પણ મનગમતો છે.

કેસુડાના ઉપયોગની વાત કરીએ તો હોળીના તહેવારમાં કેસુડાના રંગથી ધુળેટી રમવામાં આવે છે. પંચમહાલના આદિવાસી સમાજ કેસુડાને આદિવાસી સમાજનું ફૂલ ગણાવે છે. કારણ કે ફાગણ મહિનામાં ખીલતા કેસુડાના ફૂલ હોળી અને શુભ પ્રસંગોએ તોરણ અને શુભ સુકન માટે વપરાય છે, તો સાથે જ આરોગ્ય માટે અતિ લાભદાયક હોય તેના વેચાણ થકી પણ પૂરક આવક મેળવી શકાય છે.

કેસુડો કુદરતી રંગ આપનાર ફૂલ છે. કેસુડાના ફૂલને મસળીને એમાંથી નીકળતા રંગની ધુળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજારમાં મળતા સિન્થેટિક કલર જે શરીરને નુકશાન કારક હોય છે તેના કરતા કેસુડાનો રંગમાં શરીરને ઠંડક આપવા સાથે અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેસુડા માં આવેલ આયુર્વેદિક ગુણ ઉપયોગમાં લેવાથી અનેક રોગો સામે પણ ફાયદો આપે છે. કેસૂડાંના ફૂલ માત્ર સૌંદર્ય વર્ધક ગુણો માત્ર ધરાવતો નથી પરંતુ કેસુડો શીત કારક પ્રભાવ પણ ધરાવતો હોઈ તેના ઉપયોગ માત્રથી ઠંડક મળે છે અને આમેય પંચમહાલના લોકો તો વર્ષોથી એક ઔષધિ અને શીતપેય તેમજ શરીર પાર ચામડીનો કોઈ રોગ હોય તો કેસુડોનો ઉપયોગ કરે જ છે. 

કેસુડાના પાનનો ઉપયોગ દસકા પહેલા જમવા માટેના પડિયા, પતરાળા બનાવવામાં થાય છે. કેસુડાનું મૂલ્યવર્ધન કરીને ઘણી કંપનીઓ તેમાંથી સૌંદર્ય પ્રસાધનો ઔષધિઓ બનાવી રહી હોવાથી કેસુડાના ફુલોનું સારૂ બજાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત હોળીની ઉજવણીમાં પણ કેસૂડાના ફુલોનું અનેરૂ મહત્વ રહ્યું છે. આ વિસ્તારમાં કેસુડાના પ્રાકૃતિક રંગોથી વર્ષોથી ધૂળેટી ઉજવવામાં આવે છે. હાલમાં કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના કારણે ચામડીની સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે પણ લોકો કેસૂડાના ફૂલોથી અને તેમાંથી બનાવેલા પ્રાકૃતિક રંગોથી હોળી રમવાનું મહત્વ સમજે તે અગત્યનું છે. 

કેસુડો મૂળ આયુર્વેદ ગુણોનો ભંડાર હોઈ પંચમહાલની જય જલારામ આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ આ વખતે હોળીને કેસુડાના કલરથી જ ઉજવવાના છે. કોલેજના વિદ્યાર્થીઓ પણ લોકોને આયુર્વેદિક ગુણોથી ભરપૂર એવા કેસુડાના ફૂલોથી હોળી રમવા અપીલ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news