ઉપવાસના દસમાં દિવસે હાર્દિકને કેજરીવાલ અને ખોડલધામ ટ્રસ્ટનું સમર્થન

હાર્દિકના અનામત અને ખેડૂતોની દેવા માફ કરવાની સાથે ઉપવાસ પર બેઠાના 10 દિવસે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું સમર્થન

ઉપવાસના દસમાં દિવસે હાર્દિકને કેજરીવાલ અને ખોડલધામ ટ્રસ્ટનું સમર્થન

અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાની માફીને લઇને પાસના કન્વીનર હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે દસમો દિવસ છે. હાર્દિકના ઉપવાસ પર બેઠા બાદ હાર્દિકના સમર્થનોમાં વધારો થઇ રહ્યો છે. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી તથા અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હાર્દિકને સમર્થન આપાવા માટે આગળ આવ્યા છે. સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને હાર્દિકને સમર્થન જાહેર કર્યું છે. અને કહ્યું કે, ખેડૂતોનું દેવું માફ થવુ જોઇએ.

 

— Arvind Kejriwal (@ArvindKejriwal) September 3, 2018

5

 

ગુજરાતના નામી ખોડલધામ અને ઉમિયાધામ ટ્રસ્ટે પણ હાર્દિકને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું છે. એવી પણ શક્યતા છે, કે આજના દિવસમાં ખોડલઘામના નરેશ પટેલ પણ હાર્દીકને ગમે ત્યારે સમર્થન જાહેર કરી શકે છે.  જ્યારે પાટીદારોની કુળદેળી ઉઝા ઉમિયા ધામના ટ્રસ્ટ્રીઓ દ્વારા પણ હાર્દિકને હાર્દિકને સમર્થન આપવામાં આવ્યું છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાસ કન્વિનર હાર્દિક પટેલાના ઉપવાસનો આજે 10મો દિવસ છે. ત્યારે મનિષા પંચાલની આગેવાનીમાં સોલા સિવિલની ટીમ હાર્દિક પટેલના મેડીકલ ચેકઅપ માટે ઉપવાસ સ્થળે પહોંચી હતી પરંતુ હાર્દિકે કોઇપણ પ્રકારના ટેસ્ટ કરવાની ના પાડી દેતા ટીમ સિવિલ હોસ્પિટલ પરત ફરી હતી. આજે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ હોર્દિકને સમર્થન આપવા ઉપવાસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ પ્રવિણ તોગડિયાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું ડેલિગેશન તેને આપવા માટે આપવા આવશે. તો બીજી તરફ હાર્દિક પટેલને સમર્થન આપવા પાટીદાર યુવાનો સામે આવ્યા છે. સરકારની તાનાશાહી અને પોલીસ તંત્રના વિરોધમાં હાર્દિક પટેલે સમર્થન કરવા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી 51 પાટીદાર યુવાનો ટૂંક સમયમાં મુંડન કરાવશે.

 

— Hardik Patel (@HardikPatel_) September 3, 2018

 

હાર્દિક પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે,  રાજ્યની સૌથી મોટી પટેલ સમાજની સંસ્થા અને કુળદેવી ઉમિયાધામ મંદિરના ટ્રસ્ટેપણ સમર્થન આપ્યું છે. હાર્દિકે ટ્વિટમાં વઘુમાં લખ્યું કે, યે તે સિર્ફ અંગડાઇ હૈ આગે ઔરભી લાડાઇ હૈ, અને વધુમાં તેણે ઉમેર્યું કે ધીમે ધીમે રાજ્યના દરેક લોકોમાં ક્રાંતિની જ્વાળા પ્રજ્વલીત થશે અને ખરાબ કાકાત તેમા ધ્વસ્થ થઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news