પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ભોગ લેવાયો, અરવલ્લીના ASI સસ્પેન્ડ

police grade pay news : ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ વાઘેલાને ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં ભોગ લેવાયો, અરવલ્લીના ASI સસ્પેન્ડ

અરવલ્લી :ગ્રેડપે આંદોલન મામલે પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ અરવલ્લીના ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને મોડી રાત્રે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના 9 મહિના પહેલાની છે. 9 મહિના પહેલા ગ્રેડ પે સમર્થન આંદોલનમાં જોડાવા મુદ્દે તેમના પર શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી કરાઈ છે. પોલીસકર્મીઓના આંદોલનમાં વધુ એકનો ભોગ

જયદીપસિંહ વાઘેલા ઈસરી પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હતા. ગત મોડી સાંજે તેમના સસ્પેન્શનનો એકાએક ઓર્ડર આવ્યો હતો. જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. ડ્યુટીમાં દખલ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

શું બન્યુ હતું
9 મહિના પહેલાની ઘટના છે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે તારીખ 7 જાન્યુઆરીના રોજ પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ પે મામલે રસ્તા પર બેસી અને ધરણાં કરી રહી હતી. જેના બાદ અનેક પોલીસ પરિવારની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન જયદીપસિંહ વાઘેલા ત્યાં આવ્યા હતા. તેમણે બળજબરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને જયદીપસિંહે અટકાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, જો મહિલાઓ ગાડીની અંદર નથી બેસવા માંગતી તો કેમ બેસાડો છો? 

vishal_waghela_zee2.jpg

વડોદરાના પીઆઈ પણ સસ્પેન્ડ
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએન મહીડાને પણ સસ્પેન્ડ કરાયા છે. જુગારના કેસમાં આરોપીને છોડી દેવા મુદ્દે તેમની સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. પીઆઈ મહિડાની ટીમે જુગાર રમતા પકડાયેલા આરોપીઓને છોડી મૂક્યો હતો. આ કેસની તપાસમાં વિગતો બહાર આવતા પોલીસ કમિશનર શમસેર સિંઘે કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કર્યાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news