સ્ટેન્ડઅપ કોમેડિયનની ધરપકડ બાદ બોલિવુડનાં અનેક સ્ટાર્સે VADODARA POLICE ને કહ્યું આભાર
સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાને શરમમાં મુકે તેવી એક હરકત પોતાની જાતને યુટ્યુબર ગણાવતા શુભમ મિશ્રા નામના શખ્સ દ્વારા કરવામાં આવી છે. શુભમ મિશ્રાએ સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રીમા જોશુઆને સોશિયલ મીડિયા પર એક અપશબ્દો બોલ્યા હતા અને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યાર બાદ બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર, સોનમ કપુર આહુજા, કોમેડિયન કુનાલ કામરાએ ટ્વીટર એકાઉન્ટ પર વડોદરા પોલીસને ટેગ કરીને ધરપકડની માંગ કરી હતી. જેના પગલે અચાનક હરકતમાં આવેલી પોલીસે શુભમ મિશ્રાની ધરપકડ કરી હતી.
Trending Photos
વડોદરા : સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાને શરમમાં મુકે તેવી એક હરકત પોતાની જાતને યુટ્યુબર ગણાવતા શુભમ મિશ્રા નામના શખ્સ દ્વારા કરવામાં આવી છે. શુભમ મિશ્રાએ સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રીમા જોશુઆને સોશિયલ મીડિયા પર એક અપશબ્દો બોલ્યા હતા અને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યાર બાદ બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર, સોનમ કપુર આહુજા, કોમેડિયન કુનાલ કામરાએ ટ્વીટર એકાઉન્ટ પર વડોદરા પોલીસને ટેગ કરીને ધરપકડની માંગ કરી હતી. જેના પગલે અચાનક હરકતમાં આવેલી પોલીસે શુભમ મિશ્રાની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, સ્ટેન્ડ અપ કોમેડિયન અગ્રિમા જોશુઆનો છત્રપતિ શિવાજી મહારાજના સ્ટેચ્યુ અંગેનો એક કોમેડિ વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ આ વીડિયો મુદ્દે ઉશ્કેરાયેલા શુભમ મિશ્રાએ પોતાનાં લાઇવ વીડિયોમાં અગ્રિમાને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યારબાદ સ્વરા ભાસ્કર, સોનમ કપુર આહુજા સહિતની અનેક હસ્તાઓએ આ વીડિયોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શુભમની ધરપકડની માંગ પણ કરી હતી. સોશિયલ મીડિયા પર #ArrestBadassShubhamMishra ટેગ ચલાવ્યો હતો. ત્યાર બાદ વિરોધ થતા શુભમ મિશ્રાએ પોતાનો વીડિયો ડિલિટ કર્યો હતો.
જેના પગલે શુભમ વડોદરાનો હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા તત્કાલ તેની અટકાયત કરવામાં આવી હતી. વડોદરાનાં અટલાદરા વિસ્તારમાં નારાયણવાડી પાસે દિપ દર્શન સોસાયટીમાં રહેતા શુભમ રમેશભાઇ મિશ્રાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે