કોંગ્રેસમાં ડખા : ગુજરાતમાં અર્જુંન મોઢવાડીયાએ પાર્ટી લાઈન તોડી, આપી હાઈકમાન્ડને સલાહ
જેમ જેમ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રાજનીતિ પણ જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, તેના નેતાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે નહીં. હવે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પાર્ટી લાઇન પર સવાલ ઉઠાવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ માટે મંદિર ટ્રસ્ટ તરફથી અનેક લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ તરફથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસે આજે કહ્યું કે, આ ભાજપ અને આરએસએસની ઈવેન્ટ લાગી રહી છે, જેથી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેશે નહીં. કોંગ્રેસના આ નિર્ણય બાદ પાર્ટીમાં જ વિખવાદ શરૂ થઈ ગયો છે.
અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદનમાં કહ્યું- પાછલા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટનનું નિમંત્રણ મળ્યું હતું. ભગવામ રામની પૂજા-અર્ચના કરોડો ભારતીય કરે છે. ધર્મ મનુષ્યનો વ્યક્તિગત વિષય હોય છે, પરંતુ ભાજપ અને આરએસએસે વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. બીજીતરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પાર્ટી લાઇનથી અલગ પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ એક્સ કોંગ્રેસને ટેગ કરીને લખ્યું- - ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. તે દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું રહેવું હતું.
भगवान श्री राम आराध्य देव हैं।
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
બીજીતરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નિર્ણય બાદ શક્તિસિંહ ગોહિલે એક્સ પર લખ્યું, 'કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે . દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે . રામ મંદિર ને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે . મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નાથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય . પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું.'
કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે . દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે . રામ મંદિર ને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય… pic.twitter.com/1zcZTzbqJ9
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) January 10, 2024
આચાર્ય પ્રમોદે પણ વ્યક્ત કરી નિરાશા
કોંગ્રેસના દિગ્ગજ નેતા આચાર્ય પ્રમોદે પણ પાર્ટીના આ નિર્ણય પર પોતાની નિરાશા વ્યક્ત કરી છે. આચાર્ય પ્રમોદે એક્સ પર લખ્યું- શ્રી રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવવું ખુબ દુર્ભાગ્ય પૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે, આજે દિલ તૂટી ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે