લોકો ફરી થયા બેપરવાહ? ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભુલાયો કોરોના, લોકો ઉમટી પડ્યાં
Trending Photos
રઘુવીર મકવાણા/ગઢડા : લોકો હવે કોરોનાની ચિંતામાથી બહાર આવી રહ્યાં હોય તેવા દ્રશ્યો બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં જોવા મળ્યા. કોરોનાની મહામારીને લઈને લોકો ૪ મહિનાથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પોતાના ઘરે રહેવાનુ પસંદ કર્યુ હતું, પરંતુ હવે કોરોનાના કેસોમાં ઘટાડો આવતાની સાથે જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યુ છે.
ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિર ખાતે સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. આમ લોકોમાં પણ જાગૃતા જોવા મળી હતી. જયારે મંદિર પ્રશાસન દ્વારા પણ આવનાર દર્શનાર્થીઓ માટે ઉતારા, જમવાની વયવસથા કરવામાં આવી છે.
કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો લાખૌની સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બની મોત ભેટયા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ દેશમાં કોરોનાનો કહેરને લઈને ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, જીમ, મલ્ટી પલેક્ષ સિનેમા ઘરો તેમજ ઉધોગ અને નાના મોટા વેપાર ધંધાઓ બંધ હતા. જેથી લોકો મુંઝવણમાં મુકાયા હતા. તેમજ છેલ્લા ૪ જેટલા મહિનાથી લોકો ઘરે રહેવાનુ પસંદ કર્યુ હતું, પરંતુ હાલ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે અને આજથી સરકાર દ્વારા કેટલીક છુટછાટ આપવામાં આવી છે, ત્યારે બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ સવામિનારાયણ મંદિર એટલે ગોપીનાથજી મંદિરમાં આજે મોટી સંખ્યામાં લોકો દર્શને ઉમટયા છે.
મંદિરમાં મોટા પ્રમાણમાં લોકો આવતા પગ મુકવાની પણ જગ્યા ન હોય તેટલી ભીડ જોવા મળી રહી છે, તેમજ કોરોનાને કારણે છેલ્લા ૪ મહિનાથી લોકો ઘરે જ હતા અને આજથી સરકારની નવી ગાઈડલાઈન આપવામા આવી છે. જેથી લોકો દુર દુરથી ભગવાનના દર્શન કરવા આવ્યા હતા અને લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
ગોપીનાથજી મંદિર પ્રશાસન દ્વારા દર્શને આવતા હરીભક્તો માટે રહેવાની જમવાની એમ તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને લોકોને કોરોનાનો ડર નીકળી ગયો છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યુ છે. મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે તેમ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે