અર્બુદા સેનાએ AAP- કોંગ્રેસમાં જોડાવાની વાતને રદીયો આપ્યો, કહ્યું, 'વિપુલ ચૌધરી કહેશે એમ કરીશું'

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનાએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ આપ્યા છે. વિપુલ ચૌધરીની જામીનની માંગ સાથે સરકારનો વિરોધ પણ કર્યો છે

અર્બુદા સેનાએ AAP- કોંગ્રેસમાં જોડાવાની વાતને રદીયો આપ્યો, કહ્યું, 'વિપુલ ચૌધરી કહેશે એમ કરીશું'

અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુર તાલુકાના માલણ ખાતે આજે અર્બુદા સેનાનું સ્નેહમિલન યોજાયું હતું. સમાજના સર્વાંગી વિકાસ અને સમાજની દિશા માટે અગ્રણીઓએ સૂચન કર્યું હતું. જોકે રાજકીય પક્ષમાં જોડાવાની વાત મામલે સમગ્ર મદાર વિપુલ ચૌધરી પર હોવાની અર્બુદાસેનાના આગેવાનોએ વાત કરી હતી.

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનાએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ આપ્યા છે. વિપુલ ચૌધરીની જામીનની માંગ સાથે સરકારનો વિરોધ પણ કર્યો છે, ત્યારે હવે ચૂંટણી નજીક આવતા અર્બુદાસેનાની આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 

આજે અર્બુદાસેનાના સ્નેહમિલન કાર્યક્રમમાં અર્બુદાસેનાએ આ વાતને રદીઓ આપ્યો હતો અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોનું અમને ખુલ્લું આમંત્રણ છે તો ભાજપના અનેક નેતાઓ ખાનગીમાં અમારા સંપર્કમાં છે. અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરી જે પ્રમાણે અર્બુદા સેના અને સમાજને દોરવણી કરશે, તેમાં અર્બુદા સેના જોડાશે. વિપુલ ચૌધરીના જેલ મુક્ત કરવામાં આવે તેવી અર્બુદા સેનાની માંગ છે.

આ પણ જુઓ વીડિયો:-

આમ આદમી પાર્ટીમાં ગઠબંધનની જે વાત છે. એમાં ગઈકાલે ગોપાલ ઇટલીયાને પત્રકારોએ પૂછ્યું એટલે એ વાત વહેતી થઈ. જ્યાં સુધી અમારા અધ્યક્ષ વિપુલ ચૌધરી કોઈ આદેશ ન કરે ત્યાં સુધી અમારે કોઈ જગ્યાએ ગઠબંધનની વાત થઈ નથી. કે કોઈ જગ્યાએ વાત ગોઠવાણી નથી. અર્બુદાસેનાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ખુલીને આમંત્રણ છે. ભાજપવાળા અનેક નેતાઓ ખાનગીમાં આમંત્રણ આપી રહ્યા છે પણ અમારા નેતા વિપુલભાઈ જે કહેશે એમ નિર્ણય કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news