અરવલ્લી: પ્રેમ લગ્નની અદાવતમાં રાજસ્થાનથી આવેલા ટોળાએ પિતા-પુત્રનું અપહરણ કર્યું, મોટા પ્રમાણમાં હિજરત
Trending Photos
અરવલ્લી : 90ના દશકની ફિલ્મી કહાની જેવા દ્રશ્યો અરવલ્લીમાં જોવા મળ્યા હતા. 21 મી સદીના હાઇટેક યુગમાં એક પ્રેમ પ્રકરણ જેવી બાબતોમાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગાડીઓના ટોળા ભરીને લોકો આવ્યા અને અરવલ્લીના માલપુર ગામમાંથી વાલ્મિકી સમાજના પિતા પુત્રનું અપહરણ કરી ગયા. આ ઘટના બાદ ડરના માર્યા 50 જેટલા લોકો ઢોરઢાકર મુંકીને હિજરત કરવા માટે મજબુર બન્યા હતા.
રાજસ્થાનની યુવતી સાથે વાલ્મીકી સમાજના યુવકે પ્રેમ લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનો અને સગા સંબંધી પ્રેમલગ્ન કરનાર યુવકના કૌટુમ્બિક ભાઇ અને પુત્રને ઉઠાવી જઇ તેમના ઘરમાં તોડફોડ કરવાની સાથે લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
અરવલ્લી જીલ્લામાં યુવતીઓ અને સગીરાના અપહરણના અનેક કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે માલપુર તાલુકાના જીતપુર ગામના વાલ્મીકી ફળીયામાં રાજસ્થાનથી 15 ગાડીઓમાં પુરૂષો અને મહિલાઓ ત્રાટકી હતી. 11 વર્ષીય બાળક અને તેના પિતાનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા અને ચકચાર મચી હતી. વાલ્મીકી સમાજના લોકોએ પીતા પુત્રનું અપહરણ થતા ગાડીમાં પીછો કરી એક ગાડી પકડી લીધો હતો. ત્યાર બાદ રાત્રીના સમયે પિતા પુત્રને પરત માલપુર મોકલવામાં આવ્યા હતા. અને અપહરણ થનાર યુવકે 100 લોકોના ટોળા સામે એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો નોંધાવ્યો હતો.
જો કે રાજસ્થાનના ટોળાને પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોનો રોષનો ભોગ બન્યા અને અન્ય નિર્દોષ પરિવારજનો ભોગ બન્યા હતા. વાલ્મીકી ફળિયામાં રહેતા સંજય ભાઇ અને તેમના પુત્રનું ધોળા દિવસે અપહરણ થતા વાલ્મીકી સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે