વધુ એક ઉદાહરણરૂપ ઘટના, 'દાદા' એ જીત્યું દીલ! આ વિદ્યાર્થીઓ માટે પ્રોટોકોલ તોડ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરળતાનો વધુ એક ઉદાહરણ રૂપ ઘટના આજે જોવા મળી હતી. જેના કારણે સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડી વિદ્યાર્થીઓને મળવા પહોંચી ગયા હતા.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે. આ જ પ્રકારની તેની સાદગી આજે જોવા મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળતા દર્શાવતી વધુ એક ઉદાહરણરૂપ ઘટના સામે આવી છે. આજે ભૂપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડીને સુરતથી આવેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ વિધાનસભામાં મુલાકાત બાદ વિદ્યાર્થીઓ સાથે તસવીર પણ ખેંચાવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરળતાનો વધુ એક ઉદાહરણ રૂપ ઘટના આજે જોવા મળી હતી. જેના કારણે સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રોટોકોલ તોડી વિદ્યાર્થીઓને મળવા પહોંચી ગયા હતા. ગુજરાત વિધાનસભા ખાતે વિદ્યાર્થીઓને મળવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. સુરતથી આવેલા વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ સૌજન્ય મુલાકાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે તસ્વીર પણ ખેંચાવી હતી.
દાદાના હુલામણા નામથી ભૂપેન્દ્ર પટેલ ઓળખાય છે
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.
ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. મૂળ અમદાવાદના દરિયાપુરની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે