5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર: પૂર્વ CM કેશુબાપા, કનોડિયાબંધુ અને ફાધર વાલેસ અને કવિ દાદને પદ્મશ્રી
ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનાં ખાતે પાંચ પુરસ્કાર આવ્યા હતા. આ ઉપરાંત કેશુભાઇ પટેલ (કેશુબાપા)ને મરણોપરાંત પદ્મભૂષણ અર્પિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહેશ-નરશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દાદુદાન ગઢવી (કવિ દાદ)ને પદ્મ શ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
Trending Photos
અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 ના પદ્મ એવોર્ડથી જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ જ્યારે મહેશ નરેશ કનોડિયા બેલડીને મરણોપરાંત, દાદુદાન ગઢવી, ડૉ. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસને (મરણોપરાંત) પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશના મહાનુભાવોને અલગ અલગ ક્ષેત્રમાં ઉચ્ચ યોગદાન બદલ પદ્મ એવોર્ડ 2021ની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સરકારની આ યાદીમાં વર્ષે 119 મહાનુભાવોને પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પુરસ્કારોમાં 5 ગુજરાતીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે દરેક ગુજરાતી માટે ગર્વની ક્ષણ છે.
પદ્મપુરસ્કાર વિજેતા ગુજરાતીઓ...
(1) કેશુભાઇ પટેલ - પદ્મભૂષણ
(2) મહેશ-નરેશ કનોડિયા - પદ્મશ્રી
(3) ચંદ્રકાંત મહેતા - પદ્મશ્રી
(4) દાદુદાન ગઢવી (કવિ દાદ ) - પદ્મશ્રી
(5) ફાધર વાલેસ - પદ્મશ્રી
સ્પેનમાં જન્મેલો એક યુવક સવાયો ગુજરાતી સાબિત થયો
સ્પેનનાં લોગ્રોનોમાં 4 નવેમ્બર, 1925નાં દિવસે એક બાળકનો જન્મ થયો. જેનું નામ તેના પિતાએ નામ વાલેસ કાલોસ જોસેફ રાખ્યું. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. તેઓની ઉંમર માત્ર 10 વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું. 1941 માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ કર્યું અને 1949માં તત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક કર્યું. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ કર્યું. સ્પેનિશ આંતરવિગ્રહના કારણે ઘર છોડવું પડ્યું અને ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા. ચર્ચથી પ્રભાવિત થઇને માત્ર 15 વર્ષની ઉંમરે જ દીક્ષા લઇ લીધી. ગુજરાતમાં અનેક પુસ્તકો લખ્યા અને સવાયા ગુજરાતી તરીકે જીવ્યા. 9 નવેમ્બર, 2020નાં રોજ તેમનું નિધન થયું.
કેશુભાઇ પટેલ સૌરાષ્ટ્રના મજબુત નેતા અને ગુજરાતનાં ભીષ્મપિતામહ કહેવાતા
કેશુભાઇનો જન્મ 24 જુલાઇ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઇ જાહેર જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠી. અમદાવાદનાં ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ પોપટીયાવાડમાં જઇને પડકાર્યો હતો. કેશુભાઇ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી માંડીને મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. મચ્છુ 1 ડેમના ચણતર કામ દરમિયાન તેઓ 15 વર્ષની ઉંમરે ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. સૌરાષ્ટ્રમાં તેમને બધા કેશુબાપા તરીકે જ ઓળખતા હતા. વિસાવદર બેઠક પર તેઓ અજેય હતા. 29 ઓક્ટોબર 2020ના રોજ તેમનું નિધન થયું હતું. 1990માં ભાજપે ચીમનભાઇ પટેલનાં પક્ષ જનતાદળ સાથે સમજુતી કરી હતી. ચીમનભાઇના પક્ષની 3 સીટો વધારે હોવાનાં કારણે તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુબાપા નંબર 2 બન્યા હતા.
કનોડિયા બંધું 2 દિવસનાં અંતરે અનંતની સફરે
મહેશ અને નરેશ કનોડિયા મુળ કનાડા ગામના. મહેસાણા જિલ્લાના ચાણસમા તાલુકામાં કનોડા ગામ આવેલું છે. કનોડાથી પાટણ, ત્યાંથી અમદાવાદ અને ત્યાંથી મુંબઇ ગયા હતા. ખુબ સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી ઘડી. મહેશકુમાર એન્ડ પાર્ટી ખુબ જ પ્રખ્યાત થઇ. ત્યાંથી સંસદ સુધી પહોંચ્યા. 25 ઓક્ટોબરે સિંગર મ્યુઝિશિયન મહેશ કનોડિયાનું નિધન થયું અને 27 ઓક્ટોબરે નરેશ કનોડિયા પણ અનંતની સફરે નિકળી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે