Gujarat Budget 2024: ગુજરાતના બજેટમાં 'નમો'-'નમો'; ઐતિહાસિક બજેટમાં મહિલાઓને શું મળી સૌથી મોટી ભેટ?

Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસનું આ સૌથી મોટા બજેટમાં 2047નો રોડમેપ નક્કી કરવામાં આવ્યો. મહિલાઓ માટે આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી કેટલીક યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. શું છે આ યોજનાઓ?...શું મળશે મહિલા અને વિદ્યાર્થિનીઓને લાભ?

Gujarat Budget 2024: ગુજરાતના બજેટમાં 'નમો'-'નમો'; ઐતિહાસિક બજેટમાં મહિલાઓને શું મળી સૌથી મોટી ભેટ?

Gujarat Budget 2024: ઝી બ્યુરો/ગાાંધીનગર: ગુજરાત સરકારનું આજે ઐતિહાસિક 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં દરેક વિભાગનું ધ્યાન રાખવામાં આવ્યું. ગુજરાતના ઈતિહાસનું આ સૌથી મોટા બજેટમાં 2047નો રોડમેપ નક્કી કરવામાં આવ્યો. મહિલાઓ માટે આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી કેટલીક યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. શું છે આ યોજનાઓ?...શું મળશે મહિલા અને વિદ્યાર્થિનીઓને લાભ?

  • ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ 
  • ઐતિહાસિક 3,32,465 કરોડનું બજેટ 
  • મહિલાઓ માટે 6,885 કરોડની જોગવાઈ
  • PMના નામ પર નવી યોજનાઓ 

ગુજરાત સરકારના પૂર્ણ બજેટમાં મહિલાઓ માટે પટારો ખોલી નાંખવામાં આવ્યા. મહિલાઓના આર્થિક વિકાસની સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ ઉભું કરવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી. જેમાં સરકારે આ વખતે નવી નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના માટે નાણામંત્રીએ 1250 કરોડની જોગવાઈ કરી. આ યોજના અંતર્ગત 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભા મળશે, ધોરણ 9, 10ની વિદ્યાર્થિનીઓને વર્ષે 10 હજારની સહાય અપાશે. તો ધોરણ 11 અને 12ની વિદ્યાર્થિનીઓને વાર્ષિક 15 હજારની સહાય મળશે. તો ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા પર રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે. 

શું છે નમો લક્ષ્મી યોજના?

  • નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
  • 10 લાખ વિદ્યાર્થિનીઓને મળશે લાભ
  • ધોરણ 9,10 માટે વાર્ષિક 10 હજારની સહાય
  • ધોરણ 11, 12 માટે વાર્ષિક 15 હજારની સહાય
  • ધોરણ 12 સુધીના અભ્યાસ સુધી 50 હજારની સહાય

સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નાણામંત્રી કનુ દેસાઈએ નવી નમો શ્રી યોજનાની જાહેરાત કરી. આ યોજના સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટેની યોજના છે.ે
આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિત 11 માપદંડમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી માતા, નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન થશે. નમો શ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ નાણામંત્રીએ કરી છે. 

શું છે નમો શ્રી યોજના?

  • સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે યોજના
  • SC, ST, NFSA, PM-JAY સહિત 11 યોજનાનો સમાવેશ
  • સગર્ભા બહેનોને 12 હજાર રૂપિયા સહાય અપાશે
  • માતા, નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન થશે
  • નમો શ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ

ઉચ્ચ શિક્ષણ અને ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણમાં વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહ આપવા માટે રાજ્ય સરકારે નવી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવશે. જેમાં ધોરણ 11માં 10 હજારની સહાય આપવામાં આવશે. તો ધોરણ 12માં 15 હજારની સહાય ચુકવવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 2 લાખથી વધુ 5 લાખ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ યોજના માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 

શું છે નમો સરસ્વતી યોજના?

  • ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીઓને લાભ
  • ધોરણ 11માં 10 હજારની સહાય
  • ધોરણ 12માં 15 હજારની સહાય
  • ધોરણ 11 અને 12માં કુલ 25 હજારની સહાય
  • યોજનાથી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધશે
  • 5 વર્ષમાં 2થી વધી 5 લાખ વિદ્યાર્થિનીઓની સંખ્યા થશે
  • યોજના માટે 400 કરોડ રૂપિયાની કરાઈ જોગવાઈ

ગુજરાતના આ બજેટમાં વિદ્યાર્થિનીઓની સાથે મહિલાઓ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વિધવા બહેનો માટે 2363 કરોડ, આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડ, કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડ, સગર્ભા-ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડ, 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર તેલ અપાશે, વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડ, આંગણવાડીના વિકાસ માટે 200 કરોડ, દૂધ સંજીવની યોજના માટે 132 કરોડ અને સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

બજેટમાં મહિલાઓ માટે શું જાહેરાત?

  • વિધવા બહેનો માટે 2363 કરોડની જોગવાઈ
  • આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડ
  • કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડ
  • સગર્ભા-ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડ
  • 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર તેલ અપાશે
  • વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડ
  • આંગણવાડીના વિકાસ માટે 200 કરોડ
  • દૂધ સંજીવની યોજના માટે 132 કરોડ
  • સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડ

ગુજરાતના આ ઐતિહાસિક બજેટમાં મહિલાઓ અને ખાસ વિદ્યાર્થિનીઓ માટે કરાયેલી જોગવાઈને કારણે આગામી સમયમાં તેનો ખાસ લાભ થશે. શાળામાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં વધારો થવાથી શિક્ષણનો રેશિયો વધશે. ડ્રાપઆઉટ રેશિયોમાં ઘટાડો થશે. સરકારના આ બજેટની જોગવાઈને કારણે મહિલાઓમાં આનંદ વ્યાપી ગયો છે. 

મહિલાઓને બજેટમાંથી શું મળ્યું?

  • મહિલાઓ માટે નાણામંત્રીએ ખોલ્યો પટારો
  • ઐતિહાસિક 3,32,465 કરોડનું બજેટ 
  • મહિલાઓ માટે 6,885 કરોડની જોગવાઈ
  • નમો નામે શરૂ કરાઈ 3 નવી યોજના
  • વિદ્યાર્થિનીઓને માટે કરાઈ કરોડોની જોગવાઈ
  • નમો શ્રી, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજનાની શરૂઆત
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news