ડાયરામાં નોટોનો વરસાદ જોયો હશે પરંતુ અહીં તો ઢગલા થયા! મધ્યરાત્રીએ ફરી કીર્તિદાને રમઝટ બોલાવી
આણંદનાં વલાસણમાં બેટી બચાવો માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવી આવવાના હતા. હવે ગઢવી આવવાના હોવાથી લોકો ભેગા થાય તે સ્વાભાવિક છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: ગુજરાત સહિત સમગ્ર ભારત વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. એમાં પણ ગુજરાતમાં લોક ડાયરાના લોકો ખુબ જ દીવાના છે. હવે તો વિદેશોમાં પણ ડાયરાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી કલાકારો ગુજરાતની ધરતી પર જ નહીં, વિદેશોમાં ભૂરિયાઓને ડોલાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેએ ડાયરામાં રમઝટ બોલાવ્યા બાદ આણંદના વલાસણમાં કીર્તિદાન ગઢવીનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હો. જેમાં લોકગાયક પર નોટોનો ફરી એકવાર વરસાદ થયો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદનાં વલાસણમાં બેટી બચાવો માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવી આવવાના હતા. હવે ગઢવી આવવાના હોવાથી લોકો ભેગા થાય તે સ્વાભાવિક છે. ત્યારે ફરી એકવાર ગુજરાતીઓએ દિલ ખોલીને લોક ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ કર્યો હતો. ડાયરાના શોખીનોએ કીર્તિદાન પર ઢગલાબંધ નોટોનો વરસાદ કર્યો હતો.
કીર્તિદાન ગઢવી પર નોટનો વરસાદ, આણંદના વલાસણમાં મેલડી માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં યોજાયો હતો ડાયરો...#KirtidanGadhvi #Dayro #Anand #Gujarat #ZEE24Kalak pic.twitter.com/VYediF8evd
— Zee 24 Kalak (@Zee24Kalak) May 7, 2022
તમને જણાવી દઈએ કે આણંદનાં વલાસણમાં મેલડી માતાના નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે બેટી બચાવો કાર્યક્રમ અંતર્ગત ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. કોરોના કાળ બાદ જિલ્લામાં પ્રથમવાર લોક ડાયરો યોજાયો હતો. જેમાં મધ્યરાત્રી સુધી ડાયરાની રમઝટ જામી હતી. બેટી બચાવો માટે કીર્તિદાન ગઢવીએ અનેક ગીત રજૂ કર્યા હતા. જેમાં લોકો આફરીન થઈ કલાકાર પર નોટોના ઢગલા કર્યા હતા. એટલું જ નહીં, લોકોએ મોબાઈલ ફોનની લાઈટો ચાલુ કરી સમર્થન પણ આપ્યું હતું.
જામનગરમાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકીય આગેવાનો પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં પણ ગુજરાતના લોકકલાકાર કીર્તિદાન ગઢવી, કિંજલ દવે અને નિશા બારોટ જેવા કલાકાર આવ્યા હતા. તેમના પર યજમાન પરિવાર અને કાર્યક્રમ માણવા આવેલા મહેમાનો દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. કલાકારોની સાથે-સાથે નેતાઓ પર પણ નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જ્યારે આ કાર્યક્રમમાં એટલા રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા કે, જમીન પર નોટો ઢગલો થઈ ગયો હતો. કાર્યક્રમ બાદ રૂપિયા ગણનાર લોકો પણ થાકી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે