ખોવાયેલો પુત્ર એક વર્ષ બાદ મળવાની ખુશીમાં માતાનું રુદન, હાજર બધા જ રડી પડ્યા...

ગોધરા રેલવે સ્ટેશન પર ગઈકાલે અનોખો નજારો જોવા મળ્યો હતો. એક વર્ષ થી ગુમ કિશોરનું ગોધરા ખાતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ મિલન પાછળ રેલવે પોલીસનો મોટો ફાળો હતો. રેલવે પોલીસે કિશોરનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

ખોવાયેલો પુત્ર એક વર્ષ બાદ મળવાની ખુશીમાં માતાનું રુદન, હાજર બધા જ રડી પડ્યા...

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગોધરા રેલવે સ્ટેશન પર ગઈકાલે અનોખો નજારો જોવા મળ્યો હતો. એક વર્ષ થી ગુમ કિશોરનું ગોધરા ખાતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ મિલન પાછળ રેલવે પોલીસનો મોટો ફાળો હતો. રેલવે પોલીસે કિશોરનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદનો એક 9 વર્ષનો કિશોર એક વર્ષ પહેલા ગાયબ થયો હતો. તેને શોધવા માટે તેના માતાપિતાએ આકાશ-પાતાળ એક કર્યા હતા. પરંતુ તેમને દીકરાનો કોઈ જ સમાચાર મળ્યા ન હતા. પણ માતાપિતાએ દીકરીના મળવાની આશા છોડી ન હતી. ત્યારે એક વાયરલ મેસેજ દ્વારા તેમને ખુશીના સમાચાર મળ્યા હતા કે, તેમનો દીકરો ગોધરા રેલવે પોલીસ પાસે છે. આ માહિતી મળતી જ માતાપિતા પોતાના ખોવાયેલા દીકરાને મેળવવા માટે ગોધરા દોડી આવ્યા હતા.

રેલવે પોલીસને ગોધરા રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં એક કિશોર દેખાયો હતો. રેલવે RPF પોલીસે કિશોરની સધન પૂછ પરછ કરી હતી. કિશોર પાસેથી મળેલી માહિતી મેળવીને તેણે ફોટો સાથે આ માહિતી વોટ્સએપ ગ્રૂપમાં વાઈરલ કરી હતી. આ મેસેજ વાઈરલ થયા આણંદમાં રહેતા તેના માતાપિતા સુધી પહોંચ્યો હતો અને આમ, એક ખોવાયેલા દીકરાને શોધવામાં વોટ્સએપ મેસેજે મહત્વનો રોલ ભજવ્યો હતો. તો બીજી તરફ, એક વર્ષ બાદ પુત્ર સહી સલામત મળી આવતા માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. જેને કારણે ત્યા હાજર તમામ લોકોના આંખમાં આસું આવી ગયા હતા અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news