આનંદીબેન અને રૂપાણી ગયા ફેલ હવે ભૂપેન્દ્ર પટેલે સળગતું પકડયું, સરકાર માટે ચેલેન્જ

હવે જમીન રિ સર્વેમાં પણ અનેક ગોટાળા થયા હોવાની વિગતો સામે આવી છે. ત્યાર હવે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે સળગતું લાકડુ પકડ્યું હોય તેમ ખેડૂતોની દુખતી નસ પર હાથ મૂક્યો છે. જો આ વિવાદ ના ઉકેલાયો તો ભૂપેન્દ્ર પટેલ સરકાર માથે રૂપાણીની જેમ અપજશ આવે તો નવાઈ નહીં.

  • જમીન માપણી વિવાદમાં હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર ઝૂકાવ્યું
  • સવા કરોડ જમીનના સરવેમાં 1.06 લાખ સરવેમાં ગરબડ
  • રૂપાણીએ 700 કરોડ ખર્ચ્યા છતાં ન મળ્યું રિઝલ્ટ
  • ખેડૂતોની જમીન માપણી એ વિવાદનુ ઘર
  • વિવાદ ના ઉકલ્યો તો ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે રૂપાણીની જેમ અપજશ આવે તો નવાઈ નહીં

Trending Photos

આનંદીબેન અને રૂપાણી ગયા ફેલ હવે ભૂપેન્દ્ર પટેલે સળગતું પકડયું, સરકાર માટે ચેલેન્જ

ગાંધીનગર: કૃષિક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજીથી જમીન માપણીનો વિવાદ વધ્યો છે. હવે રાજ્ય સરકારે 1.06 લાખ ફરિયાદોમાં ફરી રિ-સરવે કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી તમામ ગ્રામ્ય વિસ્તારની જમીનોનો સેટેલાઈટથી સરવે કરાયો હતો. ગુજરાતમાં ગામેગામ ડ્રોન કેમેરાની મદદથી નકશા તૈયાર કરીને જમીન માપણી સહિત હદ માટે પટ્ટા મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂતોએ ખોટી જમીન માપણી થઈ હોવાનો હોબાળો કરતાં સરકાર ભીસમાં મૂકાઈ હતી અને રૂપાણી સરકારે રિ સર્વેનો ફેંસલો કર્યો હતો. આ માટે એજન્સીને 700 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 

હવે જમીન રિ સર્વેમાં પણ અનેક ગોટાળા થયા હોવાની વિગતો સામે આવી છે. ત્યાર હવે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે સળગતું લાકડુ પકડ્યું હોય તેમ ખેડૂતોની દુખતી નસ પર હાથ મૂક્યો છે. જો આ વિવાદ ના ઉકેલાયો તો ભૂપેન્દ્ર પટેલ સરકાર માથે રૂપાણીની જેમ અપજશ આવે તો નવાઈ નહીં.. કારણ કે રિ સરવેમાં જે ખેડૂતની જમીન કપાશે એ મામલે પણ વિવાદો વધશે અને જેનો કોઈ ઉકેલ નથી. ખેડૂતોની જમીન માપણી એ વિવાદોનું ઘર છે.

  • ગુજરાતમાં જમીન રિ-સર્વે અંગે મહત્વના સમાચાર
  • જમીનની વાંધા અરજીઓ પર સુધારણા કાર્યક્રમ યોજાશે
  • વાંધા અરજીઓ મળી છે તે જમીન પર થશે રિ-સર્વે
  • રિ-સર્વેમાં પ્રમોટગેશનની અરજીનો થશે ઝડપી નિકાલ
  • જામનગર, દ્વારકામાં પાયલોટ પ્રોજેક્ટનો કરાશે અમલ

કઠણ કાળજાના માનવીને પણ રોવડાવશે ગુજરાતની આ ઘટના! નોંધારી બનેલી બે દિકરીઓને શું થશે?

જમીન માપણીનો વિવાદ વધુ તુલ પકડે એ પહેલાં આખરે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારે સેટેલાઈટ જમીન માપણીની 1.06 લાખ ફરિયાદોમાં નિકાલ લાવવાનો નિર્ણય લીધો છે. જે ખેડૂતોએ ફરિયાદ નહીં કરી હોય તે ખેડૂતોના 7-12ના ઉતારામાં ફરી ફેરફાર થવાની સંભાવના નથી. એટલે સરકારના નિર્ણયથી ખેડૂતોમાં કહી ખુશી કહીં ગમનો માહોલ છે. આ માટે એક પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે. જેમાં શરૂઆત દેવભૂમી દ્રારકા અને જામનગરથી થશે. કૃષિમંત્રી જામનગરના હોવાથી સરકારે આ જિલ્લાઓને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. રૂપાણી સરકારે ખર્ચેલા 700 કરોડ પાણીમાં ગયા હોવાની ચર્ચા છે કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી નવા રૂપિયા ખર્ચીને આ વિવાદનો ઉકેલ લાવવો પડશે. ગુજરાતમાં સૌથી વધુ ફરિયાદો મહેસાણા અને કચ્છ જિલ્લામાં છે. 

ગુજરાતના 1 લાખ કરતા પણ વધારે ખેડૂતોએ રી-સર્વેની ફરિયાદ કરી હતી. સરકારે અત્યાર સુધી જમીન માપણીના નામે ધતિંગ કર્યા હોવાના કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા હતા.  મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે સેટેલાઇટ જમીન માપણી પાછળ રૂપાણી સરકારે ૭૦૦ કરોડનો કર્યો ખર્ચ કર્યો હતો. રી સરવે બાદ મૂળ જમીનના ક્ષેત્રફળમાં વઘ ઘટ થઈ હોય તેવી સરકારને 1.06 લાખ ફરિયાદો મળી હતી. રી સરવે કરનાર એજન્સી દ્વારા કરવામાં આવેલી ક્ષતિઓને કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો. ઘણી જમીનોના નકશા બદલાઈ ગયા છે. ખેડૂતોના સરવે નંબર બદલાઈ જતાં ખેડૂતો આ મામલે ઘણીવાર સરકારને રજૂઆતો કરી ચૂક્યા છે. હવે આ મામલે નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો છે. જેમાંથી એક લાખ સરવે નંબરોમાં જમીન માપણીના વિવાદો છે. 2010 થી 2016ના ગાળામાં ગુજરાતના 1 કરોડ 25 લાખ સર્વે નંબરની સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી.  કેન્દ્ર પુરસ્ક્રુત યોજના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઇઝેશન પ્રોગ્રામ ડી.આઇ.એલ.આર.એમ.પી. હેઠળ ઇલેકટ્રોનિક ટોટલ સ્ટેશન (ડિજિપીએસ) સીસ્ટમ અંતર્ગત સેટેલાઇટ દ્વારા જમીન રી સર્વની કામગીરી કરાઈ હતી. જેમાં અનેક વિવાદો થયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી વિવાદોનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news