રૂવાડા ઉભો થઈ જશે! પેટ અને છાતીનાં ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા! થયો મોટો ખુલાસો
આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને લુંટ કરવાનાં ઈરાદે યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં લાંભવેલ ગામની સીમમાંથી બે દિવસ પૂર્વે પણસોરાનાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં આણંદની લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને લુંટ કરવાનાં ઈરાદે યુવાનની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓને ઝડપી પાડયા હતા, જયારે વધુ એક આરોપીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પણસોરા ગામે રહેતો અને મૂળ રાજસ્થાનનો શૈલેષભાઈ સોનાજી ચૌહાણ આણંદની લાઈટ માઈક્રો ફાઈનાન્સ કંપનીમાં રીકવરી કર્મચારી તરીકે નોકરી કરતો હતો. જે ગત શનિવારે નોકરી પર જવા ધરેથી નિકળ્યો હતી અને ત્યારબાદ બપોર પછી તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ જતા તેમજ તે ધરે પરત નહી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન રવિવારે લાંભવેલ કેનાલ પાસેથી શૈલેષની બાઈક મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા આણંદ ગ્રામ્ય પોલીસે ધટના સ્થળે દોડી જઈ તપાસ કરતા કેનાલ પાસે ઝાડી ઝાંખરામાંથી શૈલેષનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેનાં પેટ અને છાતીનાં ભાગે તિક્ષ્ણ હથીયારનાં છથી વધુ ધા ઝીંકી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવી આણંદ ગ્રામ્ય પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃત શૈલેષનાં ફોનકોલ્સની ડીટેઈલ્સ મેળવી તપાસ કરતા બોરીયાવી પટાકસીમમાં રહેતા દિનેશ ઉદેસિંગ રાઠોડનો નંબર શંકાસ્પદ ગણાતા પોલીસે દિનેશ ઉદેસિંગ રાઠોડની ઝીણવટભરી પુછપરછ કરતા તેણે પોતાનાં મીંયાગામ કણજણનાં મિત્ર રફિક ઉર્ફે રફો ઈસ્માઈલભાઈ વ્હોરા અને જોળ ગામનાં રાકેશભાઈ ઉદેસિંહ વાધેલા સાથે મળીને શૈલેષની હત્યા કરી હોવાની કબુલાત કરતા પોલીસે દિનેશ રાઠોડ અને રફિક ઉર્ફે રફોની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી હતી. દિનેશ રાઠોડે ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હોય તેનાં હપ્તાનાં નાણા જમા કરાવવાનાં બહાને બોલાવી હત્યા કરી તેની પાસેનાં નાણાની લુંટ કરવાની યોજના બનાવી હતી.
જે અનુસાર દિનેશ રાઠોડએ શૈલેષને ફોન કરીને લોનનાં હપ્તાનાં પૈસા આપવાનાં બહાને તેને બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્રણેય જણાએ લાંભવેલ કેનાલ પાસે શૈલેષ પર છરીનાં ધા ઝીંકી તેની હત્યા કર્યા બાદ તેની પાસેનો રોકડ રકમ ભરેલા થેલાની લુંટ ચલાવી લાસને ઝાડી ઝાંખરમાં ફેંકી ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી.
આરોપી દિનેશ રાઠોડ અને હજુ પોલીસ ચોપડે વોન્ટેડ રાકેશ વાઘેલા બંને મિત્રો છે અને તેઓ અગાઉ સરદાર ગંજમાં એક વેપારી કમલેશભાઈને ત્યાં નોકરી કરતા હતા. દરમિયાન વેપારી પોતાની બોલેરો પીકઅપ લઈને નડિયાદથી આણંદ રોજ આવતા હોય હોય તેમને લૂંટવાનું પ્લાનિંગ કર્યું હતું. કારણ કે, વેપારી પાસે ધંધાના રૂપિયા 6 થી 7 લાખ રહેતા હતા.
બે વખત તેઓએ નડિયાદથી આણંદ આવતી વખતે લિફ્ટના બહાને તેમની જોડે કારમાં બેસીને આવ્યા બાદ પ્લાનિંગ કર્યું હતું. પેશાબ કરવાના બહાને તેમની કાર રોકાવી લૂંટનું આયોજન કર્યું હતું. પરંતુ જે તે સમયે લોકોની અવર-જવર રહેતા પ્લાન સદંતર નિષ્ફળ રહ્યો હતો. આરોપી રફિક ઉર્ફે રફો વિરૂદ્ધ કરજણ પોલીસ મથકમાં પણ મોબાઈલ ચોરીનો ગુનો નોંઘાયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે