શરમ કરો! છોકરાના ઘરે પણ છોકરા, કલેક્ટરને રંગરેલિયા ભારે પડ્યા, નોકરી ગઈ

Anand Collctor DS Gadhvi Video Clip : 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે
 

શરમ કરો! છોકરાના ઘરે પણ છોકરા, કલેક્ટરને રંગરેલિયા ભારે પડ્યા, નોકરી ગઈ

Government Officer : આણંદમાં કલેક્ટર લેવલના અધિકારીનો એક મહિલા સાથે છાનગપતિયાં કરવાનો વીડિયો હવે ગળાનો ગાળિયો બની ગયો છે. કલેક્ટર ગઢવી આ વીડિયોમાં મહિલા કર્મી સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરીમાં ઉતારાયેલો આ વીડિયો સરકાર સુધી પહોંચ્યા બાદ આ કેસમાં તપાસ કમિટીની રચના કરી હતી. હવે એક મહિલા સાથે રંગરેલિયાંમાં આઈએેએસ ગઢવીને કલેક્ટરની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. કલેક્ટર ગઢવી સહ કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવો વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે. આ વાંધાજનક વીડિયોને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સીધો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકાર બદનામ થાય એવી કોઈ પણ હરકત ચલાવી લેવામાં નહીં આવે. આક્ષેપોની તપાસ માટે સરકારે  આ મામલે કમિટી રચી છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ કલેક્ટરને બદનામ કરવા માટે રચાયેલા આ ખેલમાં પ્રમોટી આઈએએસે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કલેક્ટર આ મામલે વીડિયો અંગે અજાણ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવાની વાત કરી રહ્યાં છે પણ જાન્યુઆરીથી વિવાદીત આ વીડિયો આખા ગુજરાતમાં ફરી રહ્યો છે અને કલેક્ટર અજાણ બની રહ્યાં છે અને હવે એ પૂર્વ બની જશે. 

તમને જણાવી દઈએ કે, આણંદની જિલ્લા કલેકટર કચેરીમાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.

 

(ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી) #Gujarat #Anand #Viral #ViralVideo #Trending #TrendingNow pic.twitter.com/QAh9AxCTut

— Zee 24 Kalak (@Zee24Kalak) August 10, 2023

 

આણંદથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ નીકળ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડી.એસ. ગઢવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે. હાલ ચર્ચા ચાલી રહી છે કે આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ નડી ગયું છે અને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે મોટી કાર્યવાહી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા છે.

જાણો કોણ છે ડી.એસ. ગઢવી?
નોંધનીય છે કે, આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવી 2008 ની બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. હાલ આણંદ કલેકટરનો ચાર્જ ડીડીઓને સોપાયો છે.

56 દિવસ બાદ કાર્યવાહી કેમ
ઉપસચિવ જૈમિન શાહની સહીથી ઈન્કવાયરી કમિટીના આદેશમાં કહેવાયું છે કે, આણંદના મનુભાઈ કેશવલાલ પઢિયારે 13 જૂન 2023ના રોજ વિડીયો ક્લિપ સાથે કલેક્ટરના અધમ કૃત્ય અંગે ફરિયાદ કરી હતી. આમ 56 દિવસ પહેલા GAD પાસે આ ફરિયાદ હતી તેમ છતાંય તેમની સામે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? તે મોટો સવાલ છે. ગઢવીનો ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news