ગુજરાતના આ ખેડૂતને સલામ, વૃધ્ધ અવસ્થામાં પણ જબરો થનગનાટ, કોઠાસૂઝથી કરે છે લાખોની કમાણી
મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને તેના ઉમરેઠ તાલુકાના ગ્રામીણ વિસ્તાર બેચરી ગામના વૃધ્ધ ખેડૂતનો ખેતી કરવાનો થનગનાટ આજે વૃધ્ધ અવસ્થામાં પણ અકબંધ છે. વૃધ્ધ અવસ્થામાં પણ ખેતીના વ્યવસાયમાં અવનવા પ્રયોગ કરી અને સારામાં સારી આર્થિક કમાણી બેચરી ગામના વૃધ્ધ અને વડીલ ખેડૂત કરી રહયા છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: ઉમરેઠના બેચરી ગામમાં વૃદ્ધ ખેતીની સાથે અવનવા પ્રયોગ પણ કરી રહ્યા છે. આ પ્રયોગ કરીને તેઓ સારી આવક પણ કરી રહ્યા છે. ત્યારે હવે વૃદ્ધ ખેડૂતે શિયાળુ શિમલા મરચાની ઓર્ગેનિક રીતે ખેતી કરી છે. ભગવતભાઈ પટેલે પોતાની 8 વીઘાની જમીનમાં 30 હજારના ખર્ચે ઓર્ગેનિક ખેતી કરી. તેમણે શિમલા મરચાની સફળતાપૂર્વક ખેતી કરતા હવે તેમને સારો ફાયદો થયો છે. મળતી માહિતી મુજબ અગાઉ ભગવતભાઈ તમાકુની ખેતી કરતા હતા. ત્યારે રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના સંદેશ બાદ તેમણે મરચાની ખેતી શરૂ કરી હતી. હાલમાં આ ગામથી શિમલા મરચા દિલ્લી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હૈદરાબાદ સહિતના રાજ્યમાં મોકલવામાં આવે છે...
મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને તેના ઉમરેઠ તાલુકાના ગ્રામીણ વિસ્તાર બેચરી ગામના વૃધ્ધ ખેડૂતનો ખેતી કરવાનો થનગનાટ આજે વૃધ્ધ અવસ્થામાં પણ અકબંધ છે. વૃધ્ધ અવસ્થામાં પણ ખેતીના વ્યવસાયમાં અવનવા પ્રયોગ કરી અને સારામાં સારી આર્થિક કમાણી બેચરી ગામના વૃધ્ધ અને વડીલ ખેડૂત કરી રહયા છે. આ વર્ષે આ વૃધ્ધ ખેડૂતે શિયાળુ સિમલા મરચાની ખેતી કરી છે અને તે પણ ઓર્ગેનિક પદ્ધતિથી...આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરીગામના વૃધ્ધ ખેડૂત ભગવતભાઈ પટેલ તેમની 8 વીઘા જમીનમાં વીઘા દીઠ 30 હજાર રૂપિયા જેટ્લો ખર્ચ કરી ઓર્ગેનિક પધ્ધતીનો અભિગમ અપનાવી આ વર્ષે તેમણે સિમલા મરચાની સફળતા પૂર્વક ખેતી કરી છે. ભગવતભાઈ ને આ વર્ષ શિયાળુ મરચાની ખેતીમાં સારામાં સારો ફાયદો થયો છે.
ગુજરાતમાં ધોરણ. 1થી 9નું ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ, વાલીઓને મોકલાયો આવો મેસેજ
અગાઉ ખેતીમાં ભગવતભાઈ તમાકુની ખેતી કરતા પણ તમાકુ લોકોને હાનિકારક હોવાથી દેશી ગાય આધારિત રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજીની કુદરતી ખેતી કરવાના સંદેશને અનુસરી આ વર્ષ કુદરતી દેશી ગાય આધારીત મરચાની ખેતી કરી સારામાં સારી કમાણી કરી છે.
ગત વર્ષે કોરોના મહામારીના લીધે માર્કેટમા કોઇપણ શાકભાજીમાં ભાવ ન હતા. આ વર્ષે કોરોના મહામારી સામાન્ય થતા ગત વર્ષની આવક આ વર્ષે ભરપાઇ થઇ જશે અને સારા ભાવ પણ મળી રહ્યા છે. આ મરચાની ખેતીમાં રાત્રી દરમ્યાન જીવજંતુ ના પડે તે માટે સોલાર સિસ્ટમની લાઇટ ખેતર વચ્ચે પાણીનુ કુંડુ ભરી મુકવામાં આવેલ છે. આ પધ્ધતિ અપનાવવાથી સોલારની લાઇટ આખી રાત ચાલુ રહેતા તેમાં પાણી ભરીને મુકવાથી જીવ જંતુ પાણીમાં બેસે છે. જેથી મરચાના છોડને ખરાબ થતો અટકી જશે.
નાનકડા બેચરી ગામના સિમલા મરચાં રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હૈદરાબાદ જેવા રાજ્યોમાં વેપારી મારફતે મોકલવામાં આવે છે અને સારો ભાવ પણ મળે છે. આમ તો ઓર્ગેનિક ખાતરથી કરાયેલ કોઇપણ પાકમાં સારો ભાવ મળે છે અને ખાવાથી કોઇપણ રોગ કે નુકશાન થતુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે