MBA થયેલો યુવક નકલી પોલીસ બનીને રોફ ઝાડતો હતો અને અચાનક...

નકલી પોલીસ બની લારી ગલ્લા વાળાઓ ઉપર રોફ જમાવતા એક યુવકને અસલી પોલીસે સયાજીગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. MBA થયેલો આ યુવક કઈ રીતે છાંટતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સયાજીગંજ વિસ્તારમાં પિસ્તોલ સાથે ક્રાઈમ બ્રાન્ચ નો કોઈ અધિકારી લારી ગલ્લા વાળાઓ ઉપર રોફ જમાવતો હોવાની વાતથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન આ અંગેની વિગત સયાજીગંજ પોલીસને મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 
MBA થયેલો યુવક નકલી પોલીસ બનીને રોફ ઝાડતો હતો અને અચાનક...

હાર્દિક દીક્ષિત/વડોદરા: નકલી પોલીસ બની લારી ગલ્લા વાળાઓ ઉપર રોફ જમાવતા એક યુવકને અસલી પોલીસે સયાજીગંજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. MBA થયેલો આ યુવક કઈ રીતે છાંટતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સયાજીગંજ વિસ્તારમાં પિસ્તોલ સાથે ક્રાઈમ બ્રાન્ચ નો કોઈ અધિકારી લારી ગલ્લા વાળાઓ ઉપર રોફ જમાવતો હોવાની વાતથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન આ અંગેની વિગત સયાજીગંજ પોલીસને મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 

ઘટના બાદ બાતમીના આધારે પોલીસે સીટી બસ સ્ટેન્ડ પાસેથી નકલી પોલીસ બનીને ફરતા યશ જોશી નામના યુવકને ઝડપી લીધો હતો. આ યુવક કે એમ.બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. પોલીસે તેની પાસેથી એક નકલી પિસ્તોલ, એરગન પેલેટ્સ, ક્રાઈમ બ્રાન્ચ લખેલી પ્લેટ અને એક્ટિવા જપ્ત કર્યું છે. સૌથી મહત્વનું છે કે ઓળખ ન આપવી પડે તે માટે તે નકલી બંદુક સાથે રાખતો હતો.

નકલી પોલીસ બની રોફ ઝાડતા યશ જોશીને કોઈ પણ પ્રકારના ઓળખ પુરાવા વગર ક્રાઈમ બ્રાન્ચ લખેલી પ્લેટ બનાવી આપનારની પણ પોલીસે ધરપકડ  કરી છે. હાલ પોલીસે આ આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના ગુના કર્યા છે કે કેમ તે વિશે વધુ તપાસ હાથ ધરી છે. પોતાના મોજશોખ પુરા કરવા આ યુવક શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બની રોફ ઝાડી લોકો ને ધમકાવતો હતો. જેથી પોલીસે તેની સામે નકલી પોલીસ બની રોફ ઝાડવા બદલ કલમ 170 મુજબ ગુનો દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news