શું તમને ખબર છે? ભાદરવા મહિનામાં લોકોનો નબળો પડે છે ઈમ્યુનિટી પાવર, આ જીવલેણ રોગનો છે ખતરો
વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે જુઓ ગુજરાતમાં વકરેલા રોગચાળાનો આ અહેવાલ.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ચોમાસુ હજુ પૂર્ણ થયું નથી, જો કે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે. પરંતુ હજુ પણ કોઈ-કોઈ જગ્યાએ છાંટા પડી રહ્યા છે. વરસાદ પછી હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે. તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે જુઓ ગુજરાતમાં વકરેલા રોગચાળાનો આ અહેવાલ.
- વરસાદ પછી વકર્યો રોગચાળો!
- મચ્છરજન્ય રોગચાળાએ લીધો ભરડો
- દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો
- રોગચાળાના કેસમાં સતત વધારો
- આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં
ગુજરાતમાંથી હજુ ચોમાસાની હજુ પૂર્ણાહૂતિ નથી થઈ. આ વખતે ચોમાસાના વરસાદે અનેક જગ્યાએ વિનાશ વેર્યો હતો. અધધ વરસાદને કારણે અનેક શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરને કારણે પ્રજા પરેશાન થઈ ગઈ હતી. પરંતુ હવે પૂરના પાણી તો ઓસરી ગયા છે જો કે રોગચાળાએ ભરડો લીધો છે. ગુજરાતના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજની જે OPD હોય છે બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. વાત મહાનગર રાજકોટની કરીએ તો, રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે...RMC સંચાલિત અનેક હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. શહેરમાં અલગ અલગ બીમારીના કેસની વાત કરીએ તો, ડેન્ગ્યૂના 29 કેસ, ટાઈફોઈડના 5 કેસ, મલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, સામાન્ય તાવના 739 અને વાયરલના 1239 કેસ નોંધાયા છે.
રાજકોટમાં કયા રોગના કેટલા કેસ?
- ડેન્ગ્યૂના 29 કેસ
- ટાઈફોઈડના 5 કેસ
- મલેરિયાના 2 કેસ
- ચિકનગુનિયાનો 1 કેસ
- સામાન્ય તાવના 739
- વાયરલના 1239 કેસ
મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થતાં રાજકોટ કોર્પોરેશન એક્ટિવ થઈ ગયું છે. દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલમાં OPD વધારી દેવામાં આવી છે. તો દર્દીઓના રિપોર્ટ માટે લેબની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રોગચાળો વકરવાનું કારણ મચ્છરોનો ઉપદ્રવ છે. જ્યાં ત્યાં ભરાઈ રહેતા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને તેના જ કારણે રોગચાળો વકરે છે.રાજકોટમાં હાલ RMCની આરોગ્ય વિભાગની ટીમે વિવિધ વિસ્તારમાં ફોગિંગ અને પોરાના નાશની કામગીરી હાથ ધરી છે.
રાજકોટ વાત સુરતની કરીએ તો ત્યાં રોગચાળાએ રિતસરનો ભરડો લીધો છે. શહેરમાં તાવને કારણે 35 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. શહેરની અનેક હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે...દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતાં ભારે હાલાકી થઈ રહી છે. શહેરમાં છેલ્લા બે મહિનામાં શંકાસ્પદ તાવના 16 હજાર કેસ સામે આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેબરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે.
સુરતમાં વકર્યો રોગચાળો!
- છેલ્લા 2 મહિનામાં શંકાસ્પદ તાવના 16 હજાર કેસ
- ઓગસ્ટ, સપ્ટેબરમાં મેલેરિયાના 85, ડેન્ગ્યુના 49 કેસ
સુરતમાં રોગચાળો વકરતાં કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ ગયું છે. રોગચાળો વધતા 686 ટીમ સર્વેમાં જોડાઈ છે. ઓગસ્ટમાં 26 લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 66 હજાર ઘરમાં બ્રીડિંગ મળી આવ્યા હતા, સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરમાં સર્વે કરાયો જેમાંથી 4500 જગ્યાએ બ્રીડિંગ મળ્યા હતા. બે મહિનામાં 39 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને બ્રીડિંગ મળતા 9 હજાર લોકોને નોટિસ આપવામાં આવી છે.
SMC એક્શનમાં
- રોગચાળો વધતા 686 ટીમ સર્વેમાં જોડાઈ
- ઓગસ્ટમાં 26 લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો
- 66 હજાર ઘરમાં બ્રીડિંગ મળી આવ્યા હતા
- સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરમાં સર્વે કરાયો
- 4500 જગ્યાએ બ્રીડિંગ મળ્યા હતા
- 2 મહિનામાં 39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
- બ્રીડિંગ મળતા 9 હજાર લોકોને નોટિસ આપવામાં આવી
ભાદરવા મહિનામાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે લોકોનો ઈમ્યૂનિટિ પાવર નબળો પડે છે. વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને રોગચાળો વકરતો હોય છે. તેથી આપણા ઘર અને તેની આસપાસ ક્યાંય પાણી ભરાયેલું ન રહે તેનું ધ્યાન રાખીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે