અમૂલ દૂધ બાદ હવે અમૂલ બટર પણ મોંઘુ થયું, ડેરીએ કર્યો ભાવમાં વધારો

amul butter price hike : ધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી

અમૂલ દૂધ બાદ હવે અમૂલ બટર પણ મોંઘુ થયું, ડેરીએ કર્યો ભાવમાં વધારો

ઝી મીડિયા/બ્યૂરો :મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારી દીધા છે. દૂધ-છાશ બાદ હવે બટરના ભાવ પણ વધ્યા છે. અમૂલ ડેરીએ બટરના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ બટના 100 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેટના ભાવ વધારાયા છે.

અમૂલ બટરના જૂના અને નવા ભાવ 

  • અમૂલ બટર 100 ગ્રામ - 50 રૂપિયાથી 52 રૂપિયા થયા
  • અમૂલ બટર 500 ગ્રામ - 245 રૂપિયાથી 255 રૂપિયા થયા
  • અમૂલ બટર 1 કિલો - 530 રૂપિયાથી 550 રૂપિયા થયા

આ પણ વાંચો : જામનગરની સાંકડી ગલીમાં કામલીલા કરતા પકડાયા બાદ યુવકે ઝેર પીધું, ગંદી હરકતો આખા ગુજરાતે જોઈ હતી

ભાવ હજી વધશે, પણ ઘટશે નહિ 
ઉલ્લેખનીય છે કે, અમૂલે 1 માર્ચના રોજ દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો હતો. તેના બાદ ગુજરાતની લગભગ તમામ મોટી ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. યુક્રેન યુદ્ધ, મહામારીના કારણે અમૂલની નિકાસો વધી છે. જેને કારણે ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. છેલ્લા બે વર્ષમાં દૂધના ભાવમાં 8 ટકાનો વધારો નોંધાયો છે.  

સુમુલ ડેરીએ છાશના ભાવ વધાર્યાં
અમુલે છાશના ભાવમાં  વધારો કર્યા બાદ સુમુલે પણ લીટરે 4 રૂપિયાનો વધારો કર્યો છે.આજથી નવો ભાવ વધારો અમલી થયો છે. ઘાસચારો, ખાણદાણ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ ઘરખમ વધારો થયો છે. જેથી ખર્ચાને સરભર કરવા સુમુલે છાશના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ છાશની 500 મિલિની કોથળી 13 રૂપિયા પરથી વધીને હવે 15 રૂપિયાની થઈ છે. એટલે 1 લીટર છાશના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં સુમુલ ડેરી દ્વારા રોજની સરેરાશ 3 લાખથી વધારે લીટર છાશનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ ડિઝલ સહિત અનેક ચીજ વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા દિવસોમાં દુધના ભાવમાં ફરી વધારો થવાના સંકેતો દેખાઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news