અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને પડશે મોંઘવારીનો માર
Amul Milk Price: અમૂલ દ્વારા દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત રૂપિયા ૨/- પ્રતિલિટરનો દૂધનો ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદ : અમૂલ દ્વારા દૂધમાં પ્રતિલીટર 2 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત રૂપિયા ૨/- પ્રતિલિટરનો દૂધનો ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાબરમતીને શુદ્ધ કરવા અનોખા તરતા ગાર્ડનનો નવતર પ્રયોગ, પુરમાં પણ નહી તણાય
આ ભાવ વધારા બાદ, અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના ૫૦૦ એમએલ પાઉચનો નવો ભાવ રૂ. ૨૮ થયો છે. અમૂલ તાજા ૫૦૦ એમએલ પાઉચનો ભાવ રૂ. ૨૨ થયેલ છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારવામાં આવ્યો નથી. ૫૦૦ એમએલ પાઉચના રૂ. ૨૫ યથાવત રાખવામાં આવ્યો છે. અત્રે અમૂલ દ્વારા દૂધના ભાવમાં પાછલા ૩ વર્ષમાં આ બીજો ભાવ વધારો કરવામાં આવેલ છે. છેલ્લા ૩ વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિમતમાં રૂ. ૪ પ્રતિલિટરનો ભાવ વધારો કરવામાં આવેલો છે. જે વધારો વર્ષે ૩% થી જેટલો છે. જે ફુગાવાના દર કરતાં ઓછો છે. આ વર્ષે પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૩૫% નો વધારો થયો છે.
જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધેલ છે. આમ, પશુદાણ અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને દૂધ સંઘો દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૧૦૦ થી ૧૧૦ પ્રતિકિલોગ્રામ ભાવ વધારો કરવામાં આવેલ છે. દૂધ સંઘો દ્વારા જે દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતાં ૧૫% વધુ છે અને તેનો સીધો લાભ ગુજરાતનાં ૩૬ લાખ દૂધ ઉત્પાદકનોને થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમૂલ સહકારી માળખા ધ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી ૮૦% નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે