સોમવારથી અમદાવાદમાં AMTS- BRTS દોડશે, લિમિટેડ રુટ પર સવારે 7થી સાંજે 7 સુધી જશે
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આવતીકાલથી રાજ્યભરમાં અનલોક 1 નો અમલ થવાનો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ છૂટછાટ મળશે. આવામાં અનલોક-1ને લાગુ કરવા માટે Amc દ્વારા પણ વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એએમસી દ્વારા Amts-brts બસ સેવા શરૂ કરાશે. જોકે, કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં જ આ બસ સેવા શરૂ થશે. આ કારણે નિયત સંખ્યા કરતા અડધી સંખ્યામાં જ બસો દોડશે. મુસાફરોની ક્ષમતા પણ અડધી જ રાખવામાં આવશે. હાલ, બસોના ડ્રાઈવર તથા કંડક્ટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ માટે Brts બસમાં વિશેષ સ્ટીકર લગાવાયા છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું કેવી રીતે પાલન કરવું તે સમજાવાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા હશે. ડ્રાઇવરો માસ્ક, ગ્લોવ્ઝ અને સેનેટાઇઝર આપવામાં આવશે.
ગુજરાત તરફ સક્રિય થયેલુ વાવાઝોડું આ શહેરોમાં લાવશે ભારેથી અતિભારે વરસાદ
- બસો સવારે 7.00 વાગ્યાથી સાંજે 7.00 વાગ્યા સુધી સંચાલનમાં રહેશએ. બસોનું સંચાલન લિમિડેટ રુટ પર કરવામાં આવશે.
- પૂર્વ ઝોનમાં જુદા જુદા વિસ્તારો જેવા કે, નેનપુર ચોકડી, નાના ચિલોડા વગેરે રુટોને શહેરના કન્ટેઈનમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારની જુદી જુદી જગ્યાએથી હાટકેશ્વર, નરોડા, સારંગપુર, કાલુપુર સુધી બસો સંચાલિત કરવામાં આવશે.
- પશ્ચિમ વિસ્તારના જુદા જુદા જુદા વિસ્તાર જેવા કે, કાંસીન્દ્રા ગામ, બાકરોલ ગામ, સાણંદ, રજોડા, પાટીયા, મટોડા પાટીયા, રાણીપ, ઘુમા વગેરે રુટોને શરેહના કન્ટેઈનમેન્ટ વિસ્તારને ધ્યાનમાં રાખીને ડાયવર્ટ કરાયા છે. પશ્વિમ વિસ્તારની જુદી જુદી જગ્યાએથી વાસણા, પાલટી, નટરાજ, વાડજ સુધી બસો સંચાલિત કરવામાં આવશે.
- જુદા જુદા કાર્યો માટે 50 બસ મૂકવામાં આવી છએ. કુલ 61 રુટ પર 335 બસો મળીને કુલ 385 બસોનું સંચાલન કરવાનું આયોજન છે.
- જે રુટમાં બસો ચાલુ કરવામાં આવશે તે રુટની બસી કેપેસિટીના 50 ટકા સીટિંગ પ્રવાસીઓ લેવામાં આવશે. પેસેન્જરોને નક્કી કરેલા સ્ટેજની ટિકીટ જ આપવામાં આવશે.
- જનમિત્ર કાર્ડનો મહત્તમ ઉપયોગ થાય તે માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે રહીને જનમિત્ર કાર્ડ તરત પ્રવાસીઓ માટે ઈસ્યુ થાય તેવા પ્રયત્નો કરવામા આવશે.
- દરેક વ્યક્તિએ માસ્ક પહેરવુ ફરજિયાત છે. કોઈપણ કર્મચારી જો થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
- બસો રોજેરોજ સેનેટાઈઝ થાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
- તેમજ ઈન્ચાર્જની ઓફિસો અને કાર્યાલય પણ સેનેટાઈઝ કરાશે.
- બસની અંદરની સાઈડ, બહારની સાઈડ, તેમજ બસ ટર્મિનસને રોજ સેનેટાઈઝ કરવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે