આવતીકાલથી અમદાવાદમાં પહેલાની જેમ AMTS-BRTS દોડશે, ઉભા રહીને કે લટકીને મુસાફરી નહિ થાય

આવતીકાલથી અમદાવાદમાં પહેલાની જેમ AMTS-BRTS દોડશે, ઉભા રહીને કે લટકીને મુસાફરી નહિ થાય
  • આવતીકાલે અમદાવાદમાં સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે.
  • તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં બસ સેવા પુન કાર્યરત કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરથી અમદાવાદમાં એએમટીએસ અને બીએમટીએસ બંને સેવા પહેલાની જેમ શરૂ કરાશે. હાલ બંન્ને બસ સેવા નદી પાર ચાલુ કરાઈ ન હતી. બંન્ને સેવાની બસ અગાઉની જેમ જ અપાશે, પરંતુ નિયત સંખ્યામાં બસ દોડશે. લાલ દરવાજા બસ ટર્મિનસ પણ શરૂ થશે. પરંતુ બસમાં તેની ક્ષમતાના 50 ટકા મુસાફરો જ બેસાડવામાં આવશે. તો સાથે જ બસમાં ઉભા રહીને કે લટકીને મુસાફરી થઈ શકશે નહિ. 

આ પણ વાંચો : ભગવાનના ચાર હાથ છે આ બિલાડી પર, ધ્યાનથી જુઓ તેની હરકત

કોરોના મહામારીમાં અમદાવાદની AMTS અને BRTS બસ અટકી પડી હતી. અનલોકમાં અનેક રુટની બસ સર્વિસ ખુલ્લી કરાઈ હતી. પરંતુ માત્ર 50 ટકા બસો જ દોડાવવામાં આવતી હતી. પરંતુ અનલોક 4માં બસ સેવા પહેલાની જેમ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી ગુરુવારથી અમદાવાદભરમાં AMTS અને BRTS બસો દોડશે. આવતીકાલે અમદાવાદમાં સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમોનો અમલ કરવાનો રહેશે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનેટાઈઝેશન સુધીની તમામ કાળજી રાખવામાં આવશે. 

  • AMTSની બસ જ્યાંથી ઉપડશે ત્યાંથી જ બસમાં મુસાફરોને લેવામાં આવશે. વચ્ચે ક્યાંય બસ ઉભી નહિ રહે, તેમજ વચ્ચેથી કોઈ મુસાફરને બસમાં નહિ બેસાડાય
  • બસ સ્ટેન્ડ પર મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
  • બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
  • બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે
  • અન્ય બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લેવાશે નહીં
  • મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે
  • AMTSમાં કન્ડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાનું પાલન કરવાનું રહેશે
  • વેલિડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે
  • 2 મહિના બાદ AMTS અને BRTS સેવાઓ પૂર્વવત થઈ હતી

આ પણ વાંચો : ‘માથામાં ફોલ્લી થઈ છે એટલે હેલ્મેટ ન પહેર્યું...’ આવા બહાના આપતા પણ ન ખચકાયા અમદાવાદીઓ... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news