Ram Mandir In Amreli: ગુજરાતમાં મુસ્લિમોએ બનાવ્યું 'રામ મંદિર': હવે હિન્દુઓ સંભાળશે વહીવટ
ગુજરાતના અમરેલી જિલ્લામાંથી કોમી સૌહાર્દનું ઉદાહરણ રજૂ કરતી મુહિમ સામે આવી છે. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું રામ મંદિર મે 2021માં તૌક્ટે ચક્રવાતથી તબાહ થઈ ગયું હતું,
Trending Photos
Ram Mandir In Amreli: તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં આ શક્ય છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવાની બાબત સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે, જે મંદિર બે વર્ષ પહેલાં તોફાનમાં ક્ષતિગ્રસ્ત થયું હતું. અગાઉ પણ આ મંદિર ગામમાં મુસ્લિમ સમાજની જમીન પર બનાવવામાં આવ્યું હતું.
ગુજરાતના અમરેલી જિલ્લામાંથી કોમી સૌહાર્દનું ઉદાહરણ રજૂ કરતી મુહિમ સામે આવી છે. જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલું રામ મંદિર મે 2021માં તૌક્ટે ચક્રવાતથી તબાહ થઈ ગયું હતું, પરંતુ બે વર્ષ પછી તે ભવ્ય સ્વરૂપમાં પાછું બનાવવામાં આવ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમુદાયે તે શક્ય બનાવ્યું છે. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની હાજરીમાં આ મંદિરનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના જાર ગામમાં વર્ષો પહેલાં રામ મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તૌકતે તોફાનથી મંદિરને નુકસાન થયું હતું, પરંતુ હવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરના ઉદઘાટન પ્રસંગે સંત સમાજ હાજર રહ્યો હતો ત્યારે ભાજપના નેતા દિલીપ સંઘાણી અને કોંગ્રેસના દિવંગત નેતા મુમતાઝ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
સૌહાર્દ જાળવવાનું નક્કી કરાયું
જ્યારે તૌકતે ચક્રવાતમાં મંદિરને નુકસાન થયું હતું, ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસી દાઉદભાઈ લાલિયાના પરિવારે વર્ષો જૂના સૌહાર્દને આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું. આ માટે, દાઉદ ભાઈના પરિવારે માત્ર મંદિરનું પુનઃનિર્માણ કરવાનો નિર્ણય જ નહીં પરંતુ તેના પરિસરને વિસ્તારવાનું પણ નક્કી કર્યું, જેથી ગામમાં પરસ્પર ભાઈચારાનો વારસો આગળ ધપાવી શકાય. આ માટે વધુ જમીનની જરૂર પડી તો લાલીયા પરિવારે તે જમીન પણ દાનમાં આપી દીધી.
આ પ્રસંગે રામ કથાકાર મોરાબી બાપુએ જણાવ્યું હતું કે, સાંપ્રદાયિક એકતા આપણા દેશની સંસ્કૃતિનો અભિન્ન અંગ રહી છે. સમયાંતરે આ પરંપરા પર ડાઘ લાગ્યો છે પણ દાઉદભાઈ જેવા લોકો પોતાના પુણ્ય કાર્યથી આ ડાઘ સાફ કરી રહ્યા છે.
ગામમાં માત્ર 100 મુસ્લિમો છે
લલિયા પરિવારે વિધી વિધાન દ્વારા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવ્યા બાદ આખા ગામને સામૂહિક ભોજન માટે આમંત્ર્યું હતું. જાર ગામની કુલ વસ્તી 1200 લોકોની છે. આમાં મુસ્લિમોની સંખ્યા 100ની નજીક છે. આ પ્રસંગે દાઉદભાઈએ જણાવ્યું હતું કે અમે ક્યારેય એકબીજાને હિંદુ અને મુસ્લિમ માન્યા નથી. અમારા ગામમાં કોમી ભાઈચારો એક પરંપરા રહી છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ધાર્મિક વાતાવરણ સારું રહ્યું છે અને સારું રહેશે.
દાઉદભાઈએ કહ્યું કે મોરારી બાપુ પ્રતિમા સ્થાપન સમારોહમાં હાજર રહે તે તેમનું સપનું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝે જણાવ્યું હતું કે ભારતના ગામડાઓમાં સાંપ્રદાયિક સૌહાર્દ છે. આ સારા ભવિષ્યની આશા દર્શાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે